હાલમાં લગભગ એક અઠવાડિયા થી શહેર નાં દરબાર રોડ જૂની પોસ્ટ ઓફિસ પાસે દરરોજ બે ત્રણ વખત આખલા યુધ્ધ જોવા મળે છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજપીપળા શહેર નાં ઘણા વર્ષથી રખડતા જાનવરો નો ત્રાસ ચાલી રહ્યો છે જેમાં નગરપાલિકા દ્વારા અગાઉ ઢોર પાર્ટી મૂકી કામગીરી પણ કરાઈ હતી છતાં માલિકો દૂધ ન આપતા જાનવરો છૂટા મુકી દેતા હોવાથી આખરે પરસ્થીતી ત્યાંની ત્યાંજ જોવા મળે છે. આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર રાહુલ દેવ ઢોડીયા સાથે વાત કરતા તેમના જણાવ્યા મુજબ અમે પ્રમુખ સાથે આ મુદ્દે વાતચીત કરી જ છે જેમાં ગામડા માથી ઢોર પકડતા ખાસ માણસો ને બોલાવી આ તોફાની આખલા પકડી ક્યાંક દૂર મૂકી આવવા આયોજન કર્યું છે માણસો આવે એટલે આ બાબતે કામગીરી થશે.
Read About Weather here
ત્યારે આજે સવારે આજ જગ્યા પર લડતાં આખલાઓ એ નજીક માં ચાલતાં એક ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓના પાર્ક કરેલા ચાર પાચ વાહનો ને પણ અડફ્ટ માં લઇ નુકશાન કરતા સ્થાનિકો માં વધુ ભય ફેલાયો છે હાલમાં આ માર્ગ ઉપરથી બાળકો કે વૃદ્ધ વ્યક્તિઓ જતા ડરી રહ્યા છે માટે તંત્ર આ બાબતને પ્રાથમિકતા અને ગંભીરતા થી લે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here