સુલતાનપુરમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ

વરસાદની આગાહી
વરસાદની આગાહી
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.આજે બપોર બાદ પડધરી અને યાત્રાધામ વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારથી જ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદથી વીરપુરની બજારોમાં પાણી ફરી વળ્યા છે. રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. આજે ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગોંડલનાના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે.જસદણના આટકોટમાં આજે બીજા દિવસે પણ વાતાવરણ પલ્ટો આવ્યો હતો. આથી લોકોએ પણ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે. ત્યારે લોધિકા તાલુકામાં પણ આજે સતત બીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે. લોધિકાના ચીભડા ગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલે રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો હતો. આથી રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોધિકા તાલુકામાં પણ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા હતા. સારા વરસાદથી આજે ખેડૂતોએ આ વિસ્તારમાં વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

Read About Weather here

બીજી તરફ જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.આખો દિવસ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ બપોર બાદ ચાર વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માત્ર છાંટા પડતા રસ્તા ભીના થયા હતા. જોકે લોકોમાં ધોધમાર વરસાદની આશા બંધાઈ હતી. પણ અમીછાંટણા જ થયા હતા. પાનસડામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી વહી ગયા હતા.પડધરી તાલુકામાં આજે બપોર બાદ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. ભારે પવન અને ગાજવીજ સાથે પડધરીના જીવાપર, વિભાણીયા, ખાખરા, હડમતીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગામડાની બજારોમાં પાણી ફરી વળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here