અમરેલીના કૈલાસ મુકિતધામની અનોખી પહેલ

અમરેલીના કૈલાસ મુકિતધામની અનોખી પહેલ
અમરેલીના કૈલાસ મુકિતધામની અનોખી પહેલ

કોરોનામાં મૃત્યુ પામેલ આત્માની શાંતિ માટે સામુહિક પિતૃતર્પણ કરાયું
કોરોનામાં પતિને ગુમાવનાર મહિલાઓ પગભર બને તે માટે કૈલાસ મુકિતધામ સંસ્થા દ્વારા 51 મહિલાઓને સંચાનું વિતરણ

અમરેલી જિલ્લામાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોઈએ પિતા,પુત્ર,માતા સહિત વડીલોને ગુમાવ્યાના આંસુ હજુ પણ સુકાયા નથી.

Visit Saurashtra Kranti Homepage here

તેવામાં આ તમામ મૃતકોની જ્યાં અગ્નિદાહ અપાયા તે સ્થળ એટલે અમરેલીનું કૈલાશ મુક્તિધામ સ્મશાન. 151 કુંડીઓમાં 435 લોકોના પરિવારજનોએ

પોતાના સ્વજનોને મૃતઆત્માની શાંતિ માટે સામુહિક પિતૃતર્પણ કરવામા આવ્યું જે ઇતિહાસમાં અને સમગ્ર દેશમાં પ્રથમ ઘટના છે.

અમરેલીના કૈલાસ મુક્તિધામના કોરોનાના કાળમુખા સમય દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક પરિવારો વેર વિખેર થઈ ચૂક્યા છે

તેવામાં કોરોનાના સમયમાં આ સ્મશાનમાં 435 જેટલા લોકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. કેટલાક પરિવારો તો એવા પણ છે કે જેમણે પોતાના સ્વજનોને અંતિમ સંસ્કારની પણ તક મળી નથી.

આ તમામ મૃતાત્માઓને પિતૃમાસમાં શાંતિ મળે તે માટે કૈલાસ મુક્તિધામ દ્વારા સામુહિક પિતૃ મોક્ષયજ્ઞ માટેનું આયોજન કરવા આવ્યું હતું. 151 યજ્ઞવિધિમાં 435 જેટલા લોકોના પરિવારજનો જોડાયા હતા.

કોરોનાના સમયમાં પોતાના પતિને ગુમાવનાર મહિલાઓ પોતાના પગભર બને તે માટેકૈલાસ મુક્તિધામ સંસ્થા દ્વારા 51 જેટલી મહિલાઓને દરજી કામ માટેના સંચાના વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભાતીગલ સંસ્કૃતિ દર્શાવતા ટેબલો,મૃતકોના પરિવારોના સહાય માટેના ફોર્મ તેમજ બ્લડ ડોનેશન અને ડાયાબિટીસ માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

કોરોનાનો કપરો સમય અનેક લોકો માટે યાદગાર બની રહ્યો છે ત્યારે આ કૈલાસ મુક્તિધામની પહેલ સમગ્ર દેશમાં અનોખો કહી શકાય.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here