વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન

વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન
વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન

રાષ્ટ્રપતિ દ્વારા અધિકારી અને સ્વયંસેવકને પુરસ્કાર એનાયત
રાજ્યના અધિકારી ડો. ઉમેશ તરપદા અને સ્વયંસેવક ઉદય જોષીને પુરસ્કાર

ગત તા.24 નાં રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વર્ચ્યુઅલ સમારોહમાં વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતનાં એક અધિકારી અને એક સ્વયંસેવકને રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગરની સરકારી કોલેજનાં રાષ્ટ્રીય સેવા યોજના કાર્યક્રમ

અધિકારી ડો.ઉમેશ તરપદા અને અમદાવાદની ખાનગી કોલેજનાં રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંસેવક ઝંખના જોષીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સરકારી અધિકારી ડો.ઉમેશ તરપદાનાં નેતૃત્વ હેઠળ સ્વયંસેવકોએ દતક લીધેલ ગામડાઓમાં 11 રક્તદાન શિબિર, 27 સ્વાસ્થ્ય શિબિર, 854 વૃક્ષારોપણ તેમજ 10 સરકારી યોજના વિશે

જાગૃતતા ફેલાવવા 351 પરિવારને સર્વે જેવી ઉતમ કામગીરી હાથ ધરી હતી. ધો. 1 થી 7 નાં બાળકોને શિક્ષા પાઠવવાનું કાર્ય સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાનગી કોલેજનાં સ્વયંસેવક ઝંખના જોષીએ તેમની ટીમની મદદથી ગરીબ બાળકોને શિક્ષા, જરૂરિયાત મંદ બાળકો માટે જુના કપડા, પુસ્તકો, રમકડા વગેરે એકત્રિત કરીને વિતરણ તેમજ ધીસ

Read About Weather here

સમર ફોર બર્ડસ નામનો કાર્યક્રમનું આયોજન કરી ગરમીની ઋતુમાં પક્ષીઓની સારસંભાળ રાખી હતી. આવા સ્વયંસેવકોનાં ઉત્કૃષ્ટ સમાજ સેવી યોગદાનને ઓળખાવવા અને પુરસ્કાર આપવામાં આવે છે.(10.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here