ગ્રુપ ‘ડી’ની આ મેચમાં ભારતે જીતીને ૩ મહત્વના પોઇન્ટ મેળવ્યા હતા. ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૭ વર્ષ પૂરાં કરનાર કેપ્ટન સુનીલ છેત્રીએ ૮૫મી મિનિટે અને સહલ અબ્દુલ સામદે ૯૦ મિનિટના મુખ્ય સમય પછી ઇન્જરી ટાઇમમાં બીજી મિનિટે ગોલ કરીને ભારતને જિતાડયુેં હતું.
Visit Saurashtra Kranti Homepage here
કોલકત્તાના વીવાયબીકે સ્ટેડિયમમાં એઅફસી એશિયન કપ ફુટબોલ કવોલિફાયર્સમાં યજમાન ભારતે ૨-૧થી રોમાંચક વિજય મેળવ્યો ત્યાર બાદ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને પછી તેઓ ઝપાઝપી પર ઊતરી આવ્યા હતા. આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ હારી ગયા પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓએ આક્રોશ ઠાલવ્યો હોવાનું વિડિયોમાં જોવા મળ્યું હતું.
Read About Weather here
અફઘાનના ત્રણ અને ભારતના બે ખેલાડીઓએ બોલાચાલી બાદ સામસામે ધક્કા માર્યા હતા, જેમાં મામલો બીચકયો હતો.ટુર્નામેન્ટના અધિકારીઓ દોડી આવ્યા છતાં ઝઘડો ઘણી વાર સુધી ચાલતો રહ્યો હતો.ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહે વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો તયારે અફઘાનિસ્તાનના પ્લેયર્સ તેને પણ ધક્કો માર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here