અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મામલો હાથમાં લેતી સરકાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છાશવારે થતા કૌભાંડો, ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો તથા વિદ્યાર્થીનીઓની શારીરિક પજવાણીનાં મામલાને પરિણામે રાજ્ય અને દેશભરમાં પ્રતિષ્ઠા ગુમાવી રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મામલો સરકારે આખરે હાથમાં લીધો છે

Visit Saurashtra Kranti Homepage here

અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીનાં કુલપતિઓની બેલગામ સતાને બ્રેક મારી છે. ભરતી હોય કે આર્થિક મોટા ખર્ચ હોય અથવા તો સેનેટ કે

સિન્ડીકેટની નિમણુંકો હોય કોઈપણ મોટા નિર્ણય સરકારને પૂછ્યા વગર લઇ નહીં શકાય. સરકાર સાથે પરામર્શ કર્યા બાદ અને મંજૂરી મળ્યા બાદ જ મોટા નિર્ણય લઇ શકાશે.

ગુજરાત સરકારનો મહત્વનો આદેશ આવી જતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી કોઈપણ મોટા નિર્ણય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ જ લઇ શકશે.

માહિતગાર સુત્રોએ જણાવ્યા મુજબ દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખૂબ જ ખરાબ થઇ રહી હતી. અવારનવાર જાતજાતનાં કૌભાંડો બહાર આવવા લાગ્યા હતા. આવું મોટું શિક્ષણધામ ગેરરીતિનો અખાડો બની ગયો હતો.

ઉપરથી અધિકારીઓ અને પદાધિકારીઓ અણઆવડત હોવા છતાં કોઈને ગાંઠતા ન હતા. અઘુરામાં પૂરું આખું કેમ્પસ ભાજપનાં બે જુથ વચ્ચેનાં વિવાદને કારણે બે છાવણીમાં વહેંચાઇ ગયું હતું. જેની વહીવટ પર ગંભીર અસરો થવા પામી હતી.

ખૂબ જ રજુઆતો થઇ રહી હોવાથી ભાજપ હાઈકમાન્ડ અને રાજ્ય સરકાર કડક પગલા લેશે તેવી ધારણા રાખવામાં આવી રહી હતી. છેવટે કડક આદેશો છૂટી ગયા છે.

શિક્ષણ વિભાગે કડક પરિપત્ર પાઠવ્યો છે કે, તમામ સરકારી યુનિવર્સિટીનાં કુલપતિઓએ સેનેટ કે સિન્ડીકેટની નિમણુંક પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. સરકારને પૂછવું પડશે.

કરાર આધારિત તે એડહોક ભરતી કરતા પહેલા પણ અગાઉ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવાની રહેશે. ઉપરાંત મોટું આર્થિક હિત હોય એવી મહત્વની નાણાંકીય બાબતોમાં પણ સરકારને પહેલા પૂછવાનું રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીીની હાલત તો એવી થઇ ગઈ હતી કે શિક્ષણ પ્રક્રિયા એક ફારસ બની ગઈ હતી. જંગી પગાર લેનારા અધ્યાપકો ભવનમાં ડોકાતા જ ન હતા. એમાંય પીએચડી નાં ગાઈડ અનેક અધ્યાપકો સામે તો લંપટગીરીની ગંભીર ફરિયાદો વારંવાર બહાર આવતી હતી.

લાખો વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભવિષ્ય પર અંધકારનાં ઓળા ઉતરવા લાગ્યા હતા. હવે બહુ દેકારો થયા બાદ સરકારે નાછૂટકે દરમ્યાનગીરી કરવી પડી છે. પરંતુ યુનિવર્સિટીનાં સંપૂર્ણ શુધ્ધિકરણ માટે આવા વધુ કડક પગલા લેવા પડશે. એવું શિક્ષણ જગતનાં વર્તુળો કહે છે.

Read About Weather here

આવનારા દિવસોમાં વધુ કઠોર પગલા લેવાય તેવી શક્યતા છે. કહેવાય છે કે શિક્ષણ વિભાગનાં આવા પરિપત્રને કારણે એક કુલપતિને મનમાં ઘણો ચચરાટ થઇ રહ્યો છે અને એવું કહેતા સંભળાયા છે કે જો બધી બાબતોમાં સરકારને પૂછવાનું હોય તો કુલપતિની જરૂર શું છે.?(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here