WHOએ ફાઇઝર અને બાયોનેટકની કોરોના રસીના તત્કાળ ઉપયોગને મંજૂરી આપી

CORONA-VACCINE-CERTIFICATE
CORONA-VACCINE-CERTIFICATE

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઇઝર અને બાયોનેટકની કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મંજૂરી આપ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે તે વિશ્ર્વભરમાં આવેલ તેમના પ્રાદૃેશિક કાર્યાલયો દ્વારા રસીના ફાયદાઓ વિશે ત્યાંના દેશો સાથે વાત કરશે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાની મંજૂરી મળ્યા બાદ હવે વિશ્ર્વભરના દેશોમાં ફાઇઝરની કોરોના રસીના ઉપયોગ માટે માર્ગ ખોલવામાં આવ્યો છે. તો ભારત કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગ અંગે પણ મોટો નિર્ણય લેશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ફાઈઝરની કોરોના વેક્સીનને મંજૂરી પૂરી કરી અને વિસ્તૃત તપાસ બાદ કરશે. સંગઠને ગરીબ દેશો સુધી કોરોના વેક્સીનના ઝડપથી પહોંચવા માટે ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ પ્રોસેસને પણ શરૂ કરી દીધી છે. આ યાદીમાં સામેલ થયા બાદ કોઇપણ કોરોના વેક્સીનને દુનિયાભરના દેશોમાં સરળતાથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી જશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ફાઈઝર રસીની સમીક્ષા કર્યા પછી કહૃાું કે તેને સલામતી અને અસરકારકતાના માપદંડને પૂર્ણ કરવા જરૂરી છે. આ રસીના બે ડોઝ લીધા પછી કોરોનાથી મૃત્યુની સંભાવના પણ ઓછી થઇ જાય છે. સંગઠને એમ પણ કહૃાું કે અમે આ રસીને વહેલી મંજુરી આપી દીધી છે કારણ કે તેના ડોઝને બધા લોકો સુધી પહોંચવામાં કોઈ વિલંબ ના થાય.

મેડિસિન પ્રોગ્રામના એક્સેસના વડા મરિયાંગેલા સિમાઓએ કહૃાું કે, કોવિડ -૧૯ રસી માટે વૈશ્ર્વિક વપરાશ સુનિશ્ર્ચિત કરવા માટે આ એક સકારાત્મક પગલું છે. પરંતુ હું સર્વત્ર વસતીની પ્રાથમિકતાની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં રસી પુરવઠો જાળવવા માટે હજી પણ મોટા વૈશ્ર્વિક પ્રયત્નોની જરૂર પર ભાર મૂકવા માંગુ છું.
ફાઇઝરની કોરોના રસીને પહેલાં બ્રિટને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. ત્યારબાદ અમેરિકાએ પણ આ રસીને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ યુરોપિયન યુનિયન, ઇઝરાયલ, સાઉદી અરેબિયા સહિત વિશ્ર્વના ઘણા દેશોએ રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.