24 માછીમારો સાથેની ચાર ભારતીય બોટનું અપહરણ

24 માછીમારો સાથેની ચાર ભારતીય બોટનું અપહરણ
24 માછીમારો સાથેની ચાર ભારતીય બોટનું અપહરણ

પાકિસ્તાની મરીન ચાંચીયાનો ફરી હાહાકાર

બે બોટ વેરાવળની અને પોરબંદર-ઓખાની એક-એક: કુખ્યાત પાકિસ્તાની મરીન સિક્યુરીટીનું કારનામું

ભારતીય જળ સીમામાં માછીમારી કરતા સૌરાષ્ટ્ર અને કચ્છનાં સાગર કાંઠાનાં માછીમારો પર અવારનવાર પાકિસ્તાની કુખ્યાત મરીન સિક્યુરીટી એજન્સી ત્રાટકે છે. ફરિવાર કુખ્યાત મરીન ચાંચીયાઓએ લખણ ઝળકાવ્યા છે અને ભારતીય જળ સીમામાંથી 24 માછીમારો સાથેની ચાર બોટનું અપહરણ કરી ગયા છે.

Read National News : Click Here

મરીન ફિશરીઝ કો-ઓપરેટીવનાં પ્રમુખ મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરીન દ્વારા એવું કહીને ભારતીય બોટ ઉપાડી જવાય છે કે ભારતીય માછીમારો પાકિસ્તાનનાં દરિયાઈ આર્થિક ઝોનમાં માછીમારી કરી રહ્યા હતા. લોઢારીએ જણાવ્યા મુજબ બે બોટ વેરાવળની છે અને પોરબંદર તથા ઓખાની એક-એક બોટ છે.

Read About Weather here

ધરતી, જાનબાઈ, દેવદાઈ દેવ અને રાધેકૃષ્ણ નામની બોટ ઉપાડી જવાઈ છે. તમામ બોટ અને માછીમારોને કરાચી લઇ જવાય હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર કાંઠાનાં સેંકડો માછીમારોને દાયકાઓથી આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કોઈ ઉકેલ લાવી શકાયો નથી. હજુ અનેક ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલી ભારતીય માછીમારી બોટને પણ નકામી બનાવી દેવામાં આવે છે યા તેમાં તોડફોડ કરવામાં આવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here