સોનું ખરીદનારા માટે રાહતના સમાચાર-ભાવમાં થયો છે ઘટાડો

સોનું ખરીદનારા માટે રાહતના સમાચાર-સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો
સોનું ખરીદનારા માટે રાહતના સમાચાર-સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો

સોનું ખરીદનારા માટે રાહતના સમાચાર, સાથે જ ચાંદીમાં પણ થયો મોટો ઘટાડો માટે આજે જ ખરીદી લેજો સોનું-ચાંદી, ભાવમાં થયો છે ઘટાડો સોના અને ચાંદીના ભાવને લઈ મોટી ખબર

સોનાના ભાવમાં ઘટાડો
MCX એક્સચેન્જ પર 5 ઓગસ્ટ, 2024ના રોજ ડિલિવરી માટે સોનું 0.15 ટકા અથવા રૂ. 111 ઘટીને રૂ. 71,886 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનું રૂ. 450ના ઉછાળા સાથે 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. MCX એક્સચેન્જ પર, 5 જુલાઈ, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.37 ટકા અથવા રૂ. 331 ઘટીને રૂ. 89,328 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 200 રૂપિયા વધીને 93,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ.

સોનાની વૈશ્વિક કિંમત કેટલી …
બુધવારે સવારે સોનાના વૈશ્વિક ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત બુધવારે સવારે 0.39 ટકા અથવા $9.20ના વધારા સાથે $2,356.60 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.13 ટકા અથવા $3.02 ના વધારા સાથે $2,330.03 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

ચાંદીની વૈશ્વિક કિંમત કેટલી…
બુધવારે સવારે સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક કિંમત 0.69 ટકા અથવા 0.20 ડોલરના વધારા સાથે 29.82 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદી હાજર 0.19 ટકા અથવા 0.06 ડોલરના વધારા સાથે 29.55 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.