સાપ કરડી જતાં ૮ વર્ષના વિજયને મોત ભેટ્યું

સાપ કરડી જતાં ૮ વર્ષના વિજયને મોત ભેટ્યું
સાપ કરડી જતાં ૮ વર્ષના વિજયને મોત ભેટ્યું

જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રાજુભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના મજૂર પરિવારના આઠ વર્ષના પુત્રનું સાપ કરડી જવાથી મોત નીપજ્યું છે.

એમપીના રમેશ બાંભણીયા તેના પનિ અને સંતાનો સાથે પાંચેક વર્ષથી આ વાડીમાં રહી મજૂરી કરે છે. ગત સાંજે રમેશ અને તેના પત્‍નિ ભેંસ દોહી રહ્યા હતાં ત્‍યારે તેના સંતાનો રમી રહ્યા હતાં. એ વખતે પુત્ર વિજયને પગમાં સાપ કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

સાપ કરડી જતાં ૮ વર્ષના વિજયને મોત ભેટ્યું સાપ કરડ્યો

વિજય ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો.આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે પડધરી પોલીસને જાણ કરી હતી.