વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ

વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ
વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ
રાજસ્થાનમાં આજે વિશ્વની સૌથી ઉંચી શિવની પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’નું આજે લોકાર્પણ થઇ રહ્યું છે. આ શિવ પ્રતિમાની ઉંચાઇ 369 ફીટ છે. આ વિરાટ પ્રતિમાનો લોકાર્પણ સમારોહ આજથી 6 નવેમ્બર સુધી ચાલશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો.

Visit Saurashtra Kranti Homepage here

પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. અહીં ફરવા આવતા લોકોને 20 ફૂટની ઊંચાઈથી 351 ફૂટ સુધીની મુસાફરી કરાવવામાં આવશે. 270થી 280 ફૂટની ઊંચાઈ પર જવા માટે એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે. એની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પુલ પથ્થર અથવા RCCનો બનેલો નથી, પણ કાચનો છે. આ પ્રતિમા વિશે કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવ શ્રીનાથજીને મળવા નાથદ્વારા આવ્યા હતા ત્યારે તેઓ આ ટેકરી પર બેઠા હતા, તેથી જ તેને ગણેશ ટેકરી કહેવામાં આવે છે.

Read About Weather here

આ પ્રતિમામાં શ્રીનાથજીને મળવાનો આનંદ દર્શાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભગવાન શિવે તેમના કમંડલ અને ડમરુને પાછળ છોડી દીધાં હતાં, આથી આ મૂર્તિમાં ભગવાન શિવનું ત્રિશૂળ છે. જ્યાં ડમરુ અને કમંડલ બાકી હતાં ત્યાં તેમની મૂર્તિઓ અલગથી બનાવવામાં આવશે. આ પ્રતિમા માટે હાલમાં 500થી વધુ લોકોની ટીમ કાર્યરત છે. સામાન્ય જનતા માટે લોકાર્પણ થયાના 10થી 15 દિવસ પછી ખોલવામાં આવશે. ટિકિટ અને સમય શું હશે એ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આના વિશે સ્ટેચ્યૂ ઓફ બિલીફની સાઈટ પર માહિતી અપડેટ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here