વધુ એક બોટકાંડ બન્યો:યમનમાં દરિયામાં શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી 45થી વધુ લોકો મોતને ભેટ્યા

વધુ એક બોટકાંડ બન્યો:યમનમાં દરિયામાં શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી 45થી વધુ લોકો મોતને ભેટ્યા
વધુ એક બોટકાંડ બન્યો:યમનમાં દરિયામાં શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી 45થી વધુ લોકો મોતને ભેટ્યા

હોર્ન ઑફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓને લઈ જતી બોટ ડૂબી જતાં 49 લોકોના મોત થયા હતા અને 140 લોકો ગુમ થઈ ગયા હતા. અલ જઝીરાએ યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનને ટાંકીને અહેવાલ આપ્યો છે.

મળતી માહિતી મુજબ સોમવારે બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા. તે બધાએ સોમાલિયાના ઉત્તરી દરિયાકાંઠેથી નીકળીને એડનના અખાતને પાર કરીને યમન પહોંચ્યા હતા.

વધુ એક બોટકાંડ બન્યો:યમનમાં દરિયામાં શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી 45થી વધુ લોકો મોતને ભેટ્યા બોટ ડૂબી

હોર્ન ઓફ આફ્રિકા અને પૂર્વ આફ્રિકાના શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને સાઉદી અરેબિયા અને આ ક્ષેત્રના અન્ય આરબ દેશો સુધી પહોંચવા માટે યમન મારફતે જોખમી મુસાફરી કરતા હોય છે.

71 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી આઠને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સિવાય મૃતકોમાં છ બાળકો અને 31 મહિલાઓનો સમાવેશ થાય છે. આ પહેલા એપ્રિલમાં 62 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે જિબુતીના કિનારે બે જહાજો યમન પહોંચવાના પ્રયાસમાં ડૂબી ગયા હતા.