વડોદરામાં બીમારીથી કંટાળી એક મહિલા હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને કર્યો આપઘાત

જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
વાઘોડિયા રોડની નટરાજ નગર સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષના ભાવનાબેન વિનોદભાઇ પારેખે ગઇકાલે રાતે પોણા દશ વાગ્યે વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી હોસ્પિટલના ત્રીજા માળેથી ભૂસકો મારતા ગંભીર ઇજા થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેઓને સારવાર માટે તે જ હોસ્પિટલના આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ, ટૂંકી સારવાર બાદ તેઓનું નિધન થયું હતું.જે અંગે પાણીગેટ  પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ.નગરસિંહે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, ભાવનાબેનને અસાધ્ય બીમારી હતી. અને સયાજી  હોસ્પિટલમાં પણ તેમની સારવાર ચાલતી હતી. ગત તા. ૧૩ મી એ તેઓની તબિયત બગડતા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. રાતે તેમનો દીકરો ઘરે  ગયો હતો. અને દીકરી તેમની સાથે હતી. દીકરીને નર્સને બોલાવવા મોકલીને તેમણે બારીમાંથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાની શંકા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here