લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો…

લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો...
લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો...

રાજકોટ લોકમેળા સમીતિ અને વહીવટી તંત્ર દ્વારા આગામી જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વખતે પણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા પાંચ દિવસના ભાતીગળ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો… લોકમેળા

આ લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર કરી તેને આખરી મંજૂરી માટે જીલ્લા કલેકટર પ્રભવ જોશીને મોકલી દેવામાં આવી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ આ વખતે લોકમેળામાં સાવચેતીના પગલા રૂપે સ્ટોલ અને રાઈડ્સની સંખ્યામાં કાપ મુકી દેવામાં આવેલ છે.

લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો… લોકમેળા

જેના પગલે સ્ટોલમાં ભાડામાં વધારો કરવામાં આવે તેવી શકયતા રહેલી છે. લોકમેળામાં રમકડા અને ખાણીપીણી સહિતના અત્યાર સુધી 366 જેટલા સ્ટોલ રહેતા હતા. જેમાં આ વખતે 80 સ્ટોલનો ઘટાડો કરવામાં આવેલ છે. આ ઉપરાંત લોકમેળામાં 44 રાઈડ્સના પ્લોટ રહેતા હતા તેમાં આ વખતે 15નો કાપ મુકાયો છે.

લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો… લોકમેળા

લોકમેળામાં પાંચ-પાંચ એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ નિયત કરી દેવામાં આવેલ છે તેમજ વોચ ટાવરની સંખ્યામાં પણ આ વખતે વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ ઉપરાંત કવીક રીસ્પોન્સ ટીમની પણ આ વખતે રચના કરવામાં આવશે જે લોકમેળામાં સ્ટેન્ડ-ટુ રહેશે. લોક્મેળા ઉપર પુરૂ નિયંત્રણ રહે તે માટે ડ્રોન કેમેરા મારફત પણ મોનીટરીંગ કરવામાં આવનાર છે.

લોકમેળાની ફાઈનલ બ્લુ-પ્રિન્ટ તૈયાર,કલેકટરને મંજૂરી માટે મોકલાઈ:રમકડા-ખાણીપીણી સહિતના 366 સ્ટોલમાંથી 80નો ઘટાડો… લોકમેળા

આ ઉપરાંત આ વખતે લોકમેળામાં સૌ પ્રથમ વીજળીના કેબલ અન્ડર ગ્રાઉન્ડ બીછાવવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. લોકમેળાની તૈયારીઓ માઈક્રો પ્લાનીંગ સાથે પુરજોશમાં આગળ વધારવામાં આવી રહી છે.

આ ઉપરાંત મેળામાં યાંત્રિક રાઈડ્સ ધારકો માટે વિમો ફરજીયાત કરવામાં આવેલ છે. આગામી ટુંક સમયમાં હવે સ્ટોલ, રાઈડ્સના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here