રોકાણના રેકોર્ડ ગોલ્‍ડ ઈટીએફએ તોડયા

રોકાણના રેકોર્ડ ગોલ્‍ડ ઈટીએફએ તોડયા
રોકાણના રેકોર્ડ ગોલ્‍ડ ઈટીએફએ તોડયા

સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભાવ ઓલટાઈમ હાઈ બાદ કિંમતોમાં થોડી નરમાશ આવતી જોવા મળી રહી છે.ભૈતિક તણાવ અને સેન્‍ટ્રલ બેન્‍કોથી ખરીદીથી સોનાની કિંમતોને મળ્‍યો હતો સપોર્ટ. જયારે સોનાની કિંમતોમાં તેજી આવતા ગોલ્‍ડ ઈટીએફમાં પણ રોકાણ વધ્‍યું છે.

દેશમાં ગોલ્‍ડ ઈટીએફ રૂપિયા ૮૨૭.૪૩ કરોડનું રોકાણ નોંધાયુ છે. જયારે ગતવર્ષે ગોલ્‍ડ ઈટીએફમાં ૧૦૩.૧૨ કરોડનું રોકાણ થયુ હતું. ૨૦૨૪ના પ્રથમ પાંચ માસમાં ગોલ્‍ડ ઈટીએફમાં કુલ રૂ. ૨૪૫૯.૭૮ કરોડનું ચોખ્‍ખુ રોકાણ નોંધવામાં આવ્યું છે.

વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલના રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્‍તરે સતત ૧૨ મહિને ગોલ્‍ડ ઈટીએફમાં વેચવાલી નોંધાયા બાદ મેમાં રોકાણ વધ્‍યું છે. મે-૨૦૨૪ દરમિયાન વૈશ્વિક સ્‍તરે ગોલ્‍ડ ઈટીએફમાં રોકાણ ૦.૫ અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે.

ગોલ્‍ડ ઈટીએફ એ ભૌતિક સોનાની જેટલુ જ કિંમતી પરંતુ તેનું ઈલેક્‍ટ્રોનિક સ્‍વરૂપ છે. ગોલ્‍ડ ઈટીએફ (એક્‍સચેન્‍જ-ટ્રેડેડ ફંડ)નો ઉદ્દેશ ભૌતિક સોનાની કિંમતોને અનુસરતાં રોકાણકારોને તેની સમકક્ષ રિટર્ન આપવાનો છે. જેમાં સોનાની ગણતરી યુનિટમાં થાય છે. ૧ યુનિટ=૧ ગ્રામ. અર્થાત તમે લઘુત્તમ ૧ ગ્રામ સોનાની ખરીદી ગોલ્‍ડ ઈટીએફ પેટે કરી શકો છો.