રેસકોર્ષ ક્રિકેટ પેવેલિયન પાસેના ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરાયું.      

રેસકોર્ષ ક્રિકેટ પેવેલિયન પાસેના ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરાયું.      
રેસકોર્ષ ક્રિકેટ પેવેલિયન પાસેના ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરાયું.      
શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણની જાળવણી થાય તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ જુદા જુદા બગીચાઓમાં તા.02/08થી 22/08 સુધી ઓક્સિજન કોર્નર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે રેસકોર્ષ ક્રિકેટ પેવેલિયન પાસેના ગાર્ડન ખાતે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ ઓક્સિજન કોર્નર 2600 ચો.મી.માં બનશે. આશરે 13000 જેટલા છોડ/વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.            આ પ્રસંગે વોર્ડ નં.2ના કોર્પોરેટર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મનિષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, મીનાબા જાડેજા, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી કૌશિકભાઈ અઢીયા, ભાવેશભાઈ ટોયટા, ગાર્ડન વિભાગના ડિરેક્ટર એલ.જે. ચૌહાણ, વોર્ડ નં.2ના ડેપ્યુટી એન્જીનિયર એમ.સી.જોશી, એન્જીનિયર રાવલ, નાયબ પર્યાવરણ વલ્લભભાઈ જીંજાળા વગેરે ઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા ગાર્ડન વિભાગના ડિરેક્ટર એલ.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગાર્ડન સુપરવાઈઝર કણઝારીયા, ચાવડા, ત્રિવેદી તેમજ ગાર્ડનના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here