રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાના ભ્રષ્ટ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ બાદ હવે તો અપ્રમાણસર મિલકત હોવાનો પણ ગુન્હો નોંધાયો

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાના ભ્રષ્ટ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ બાદ હવે તો અપ્રમાણસર મિલકત હોવાનો પણ ગુન્હો નોંધાયો
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાના ભ્રષ્ટ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ બાદ હવે તો અપ્રમાણસર મિલકત હોવાનો પણ ગુન્હો નોંધાયો

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ ના સુધારા અધિનીયમ-૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેક્શન એક્ટ-૧૯૮૮ અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

આરોપી ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, ડેપ્યુટી ફાયર ઓફીસર, વર્ગ-૨, ફાયર વિભાગની કચેરી, રાજકોટ મહાનગરપાલીકા નાઓની અપ્રમાણસર મિલ્કતની તપાસના ચેક પિરીયડ તા.૦૧/૦૪/૨૦૧૨ થી તા.૩૧/૦૩/૨૦૨૪ ના સમયગાળા દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહીતી તથા તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યા બાદ આરોપીનાઓએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલ્કતમાં રોકાણ કરેલાનુ પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયેલ છે જેથી આરોપી વિરૂધ્ધ રૂ.૭૯,૯૪,૧૫૩/- (અંકે રૂપીયા ઓગણએસી લાખ ચોરાણું હજાર એકસો ત્રેપન પુરા) એટલે કે ૬૭.૨૭% વધુ અપ્રમાણસર મિલ્કતો એટલે કે આવક કરતા વધુ સંપતિ વસાવેલ હોવાનો તપાસ કરનાર અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, રાજકોટ એકમ, રાજકોટનાઓએ સરકાર પક્ષે ફરિયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરાવેલ છે. જે ગુન્હાની આગળની તપાસ શ્રી પી.એ.દેકાવાડીયા, પોલીસ ઈન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર નાઓનો સોપવામાં આવેલ છે.

આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં. ૦૭૯-૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, વ્હોટસએપ નં.૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.