યુસીસીને રાજકીય નહીં પરંતુ સુધારણાના રૂપમાં જોવો જોઇએ:નીતિનકુમાર

યુસીસીને લઇને અલગ અલગ પક્ષોનો અભિપ્રાય અલગ અલગ કરી રહ્યો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે પદ સંભાળતા કહ્યું હતું કે યુસીસી હજુ પણ મોદી સરકારના એજન્ડાનો ભાગ છે. આ દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી.ત્યાગીએ ગઇકાલે એવું કહ્યું હતું કે જેડીયુ યુસીસીની વિરૂધ્ધમાં નથી પણ અમે એવું ઇચ્છીએ છીએ કે આ મામલે સર્વસંમતિ બને.

મોદી સરકાર 3.0માં જેડીયુની મહત્વની ભૂમિકા છે. ભાજપને સમાન નાગરિક કોડ લાગુ કરવો હોય તો નીતિનકુમારની જેડીયુ અને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપીની સંમતિ લેવી પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, 2017માં નીતિનકુમારે કહ્યું હતું કે સરકારે કોમન સીવીલ કોડ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. જે પ્રયાસ કાયમી હોવો જોઇએ. આ માટે સર્વસંમતિ અનિવાર્ય છે. તે કોઇ આદેશથી લાગુ કરવો ન જોઇએ. યુસીસીને રાજકીય નહીં પરંતુ સુધારણાના રૂપમાં જોવો જોઇએ.

આ પહેલા પણ કે.સી.ત્યાગીએ અગ્નિવીર યોજનાથી મતદારો નારાજ હોવાનું અને તેમાં ફેરફાર કરવાની વાત પણ કરી ચૂકયા છે. જેડીયુ સરકારનું ટેન્શન વધારશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here