યુક્રેનથી પરત ફરેલા એમબીબીએસ વિદ્યાર્થી ફાઇનલ પરીક્ષા આપી શકશે…!

યુક્રેનથી પરત ફરેલા એમબીબીએસ વિદ્યાર્થી ફાઇનલ પરીક્ષા આપી શકશે…!
યુક્રેનથી પરત ફરેલા એમબીબીએસ વિદ્યાર્થી ફાઇનલ પરીક્ષા આપી શકશે…!
યુક્રેનમાં યુદ્ધના કારણે પોતાના મેડિકલના અભ્યાસને પૂર્ણ કર્યા વગર પરત ફરેલા એમબીબીએસના વિદ્યાર્થીઓને એમબીબીએસ ફાઇનલ ક્લિયર કરવા માટે એક તક આપવામાં આવશે. કોઇ કોલેજમાં પ્રવેશ લીધા વગર જ પરીક્ષા આપવાની તક આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

વિદ્યાર્થીઓને ફાઇનલ પરીક્ષાના ભાગ એક અને ભાગ બેમાં બેસવાની એક તક આપવામાં આવશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતી સુપ્રીમકોર્ટમાં આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે બંને પરીક્ષા (થિયરી અને પ્રેક્ટિકલ)ને પાસ કરવા એક તક આપી શકાય છે.

Read About Weather here

કેન્દ્ર સરકાર તરફથી એએસજી ઐશ્વર્યા ભાટીએ જસ્ટિસ બી.આર. ગવઇ અને વિક્રમનાથની બેન્ચને આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે વિદ્યાર્થીઓ એક વર્ષની અંદર પરીક્ષા આપી શકે છે. ભાગ-એકને મંજૂરી મળ્યા બાદ જ ભાગ-બેને મંજૂરી આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here