યાહૂએ 1 હજાર કર્મચારીઓ ની છટણી કરી..!

યાહૂએ 1 હજાર કર્મચારીઓ ની છટણી કરી..!
યાહૂએ 1 હજાર કર્મચારીઓ ની છટણી કરી..!
કંપનીના ખર્ચને ઘટાડવા માટે કર્મચારીઓને મોટા પાયા પર કાઢી મૂકવા માટેની જાહેરાત કંપનીઓ કરી રહી છે. તમને જણાવી દઈએ કે હવે યાહૂએ પણ પોતાના 20 ટકાથી વધુ કર્મચારીઓની કંપનીમાંથી છટણી કરી દીધી છે. 

Visit Saurashtra Kranti Homepage here

જણાવી દઈએ કે કંપનીમાં મોટા પાયે છટણીથી 20 ટકા અથવા 1600 થી વધુ એડ ટેક એમ્પલોઇને અસર થશે, નોંધનીય છે કે આ અંગેની માહિતી તાજેતરના એક અહેવાલ દ્વારા સામે આવી છે. આ સાથે જ ગુરુવારે યાહૂમાં કામ કરતા કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે કંપનીના 12 ટકા એટલે કે એક હજાર કર્મચારીઓને આજે દિવસના અંત સુધીમાં કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે. જો કે વાત અંહિયા નથી અટકતી, કંપનીએ જાહેરાત કરી છે કે આવનાર 6 મહિનામાં કંપની બાકીના 8 ટકા એટલે કે 600 લોકોને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. રિપોર્ટ મુજબ યાહૂના આ મોટા નિર્ણયને કારણે કંપનીના એડ ટેક બિઝનેસમાં કામ કરતા કર્મચારીઓને ખરાબ અસર થશે.

Read About Weather here

નોંધનીય છે કે ટેકક્રંચના અહેવાલ મુજબ એક્સિઓસ સાથેના એક ઇન્ટરવ્યુમાં, યાહૂના સીઇઓ જિમ લેન્ઝોને કહ્યું હતું કે ‘આ છટણીનો નિર્ણય આર્થિક સમસ્યાઓનું પરિણામ નથી. પણ બિઝનેસ એડવર્ટાઇઝિંગ યુનિટ માટે યાહૂને શક્ય તેટલું નફાકારક બનાવવાનો ઇરાદાપૂર્વક આ નિર્ણય લેવામાં આવ્યો છે. Yahooમાં છટણીની જાણ સૌથી પહેલા AXIOS એ કરી હતી. આ સાથે જ જણાવી દઈએ કે કંપની હાલના એક વર્ષમાં લગભગ 8 બિલિયન ડોલરની કમાણી કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here