ચોમાસાએ પોતાના નિશ્ચિત સમયથી પહેલા એટલે કે બે જુલાઈથી જ પુરા દેશને કવર કરી લીધો છે. દેશના મોટાભાગના રાજયોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. પુર્વોતરના ભાગમાં હાલત વધુ ખરાબ છે. મણીપુર અને આસામમાં વરસાદ અને પુરની સ્થિતિ બની ગઈ છે.
![મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી દેશ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મણિપુરમાં સ્કુલ-કોલેજ ગુરુવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જયારે નાગાલેન્ડમાં વીતેલા કેટલાક દિવસોમાં વરસાદ સંબંધી ઘટનાઓથી લગભગ પાંચ લોકોના મોત થયા છે.
![મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી દેશ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ રાજયોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉતરાખંડ, ગુજરાત, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, સિકકીમ, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા વગેરે રાજયોમાં અતિ ભારે અને 9 રાજયો-હિમાચલ પ્રદેશ, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા વગેરે રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
![મેઘ મહેરબાન :- દેશના 26 રાજયોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી દેશ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં દેશમાં ઉતર-પશ્ર્ચિમ અને મધ્ય ભાગોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
Visit Saurashtra Kranti E-paper here