મુંબઈને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સ્ટેશન મળ્યું

મુંબઈને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સ્ટેશન મળ્યું
મુંબઈને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સ્ટેશન મળ્યું

પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરનાં હસ્તે ખુલ્લું મુકાયું

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઈનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મંગળવારે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ દાદરના કોહિનૂર બિલ્ડિંગના પાર્કિંગમાં EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

EV સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન, જે એક સમયે સાત ઇવી સુધી રિચાર્જ કરી શકે છે. રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે. BMC ના જણાવ્યા અનુસાર નવા લોન્ચ થયેલા EV ચાર્જિંગ સ્ટેશન વપરાશકર્તાઓ માટે ચોવીસ કલાક ખુલ્લા રહેશે. સ્ટેશન પર ઉપલબ્ધ સાત ચાર્જર પૈકી ચાર ફાસ્ટ ચાર્જર છે, જે લગભગ એકથી દોઢ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે.

Read About Weather here

અન્ય ત્રણ નિયમિત EV ચાર્જર છે જે લગભગ છ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે રિચાર્જ કરવામાં સક્ષમ છે.BMC વાહનો ચાર્જ કરવા માટે 15 રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ કરશે. EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા પછી ઠાકરેએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને બચાવવા માટે આ એક પગલું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here