માહોલ ગરમાયો – સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ

માહોલ ગરમાયો - સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ
માહોલ ગરમાયો - સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ

લેઉવા પાટીદાર સમાજના તીર્થ સ્થાન સમાન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આજે એવા સૂચક વિધાનો કર્યા હતા કે સામાજીક કાર્યો કરાવવા માટે રાજકારણમાં સક્રીય રહેવુ પડતુ જ હોય છે અને કોઈ કન્વીનરો કોઈનું સમર્થન કરે તો અટકાવી શકાય નહી.

લેઉવા પટેલ સમાજના નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો આજે જન્મદિવસ છે અને તેના અનુસંધાને દર વખતની જેમ આ વખતે પણ રાજકોટમાં રકતદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ તકે મીડીયા સાથે વાતચીત કરતા તેઓએ છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલા વિવાદ વિશે જણાવ્યું હતું કે કોઈપણ વિવાદમાં ખોડલધામનું નામ આગળ કરવુ તે યોગ્ય નથી. રાજકીય રીતે ખોડલધામ ડીસ્ટપ થાય તેવી છાપ ઉભી થઈ રહી છે.

માહોલ ગરમાયો - સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ નરેશ

લેઉવા પટેલ સમાજના લોકો-આગેવાનોએ સમાજનું કામ કરવું જોઈએ તેવો મત દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે સામાજીક કામ કરાવવા માટે પણ રાજકારણમાં સક્રીય રહેવું પડે છે. રાજકારણમાં એકટીવ ન રહીએ તો સામાજીક કામ ન થાય. સમાજના આગેવાનો રાજકારણમાં છે તેને સમર્થન કરવામાં આવે જ છે. અગાઉ પણ આ વાત સ્પષ્ટ કરી જ હતી.

જયેશ રાદડીયાને લાગેવળગે છે ત્યાં સુધી ભૂતકાળમાં પણ ગમે ત્યારે તેમની સાથે ઉભા રહ્યા જ હતા. જયેશ રાદડીયા સમાજના યુવા નેતા છે અને ભવિષ્યમાં તેમની પડખે ઉભા રહેશું. ખોડલધામ તરફથી કોઈપણ પ્રત્યે કોઈપણ જાતનો રાગદ્વેષ નથી તેની હું ખાતરી આપુ છું.

માહોલ ગરમાયો - સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ નરેશ

તેઓએ જણાવ્યું કે, લેઉવા પટેલ સમાજ ઘણો મોટો સમાજ છે અને દરેક સમાજને સાથે રાખીને ચાલવામાં માને છે. રાજકીય સામાજીક રીતે ઘણા આગેવાનો કામ કરે છે અને દરેકને ખોડલધામ સમર્થન આપે છે. ખોડલધામને લાગેવળગે છે ત્યાં સુધી 500થી વધુ કન્વીનરો અને સહકન્વીનરો છે એટલે તેમાંથી કોઈ કોઈપણને સમર્થન કરતુ હોય છે. સમાજમાં તીરાડ ઉભી કરવા માટે પણ પ્રયત્ન થતા હોય તેનો ઈન્કાર થઈ શકતો નથી.

જયેશ રાદડીયા સામે કોઈ વાંધો ન હોવાની ચોખવટ કરી હતી. લેઉવા પટેલ સમાજના ‘સરદાર’-નેતા કોણ? તેવા સવાલના જવાબમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે સમાજના નેતાનું નામ લોકો-સમાજ જ નકકી કરી શકે.

માહોલ ગરમાયો - સામાજીક કામ કરાવવા રાજકારણમાં રહેવુ પડે : દર વખતે રાદડીયાની બાજુમાં રહ્યા જ છીએ : નરેશ પટેલ નરેશ

સામાજીક વિવાદ વિશે ફોડ પાડતા તેઓએ કહ્યું કે વિવાદ સવા મહિના જુનો છે અને ફરી તેને આગળ કરવામાં આવી રહ્યો છે. તે પાછળ તિરાડ ઉભી કરવાનો પ્રયાસ હોઈ શકે છે.

નરેશ પટેલે અફસોસ અને નારાજગી સાથે એમ પણ કહ્યું કે ભલે સમાજ મોટો હોય પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. પરંતુ સમાજના જ કેટલાક લોકો ઘરની વાત બહાર જાહેર કરી દેતા હોવાનું યોગ્ય નથી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here