ભારતીય ડાબોડી સ્પીનર જોડી : કુલદીપ યાદવ-રવીન્દ્ર જાડેજાની પહેલીવાર સાત વિકેટ ખેડવી

ભારતીય ડાબોડી સ્પીનર જોડી : કુલદીપ યાદવ-રવીન્દ્ર જાડેજાની પહેલીવાર સાત વિકેટ ખેડવી
ભારતીય ડાબોડી સ્પીનર જોડી : કુલદીપ યાદવ-રવીન્દ્ર જાડેજાની પહેલીવાર સાત વિકેટ ખેડવી

રોહિતે 12 વર્ષ બાદ કરી સાતમા ક્રમે બેટિંગ

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ વન-ડેમાં કારમો પરાજય આપીને પાંચ વિકેટે જીત હાંસલ કરી છે. લો-સ્કોરિંગ હોવા છતાં આ મેચમાં ઘણા બધા રેકોર્ડ બન્યા હતા જેમાં ખાસ કરીને ટીમ ઈન્ડિયાની ડાબોડી સ્પીનર જોડી રવીન્દ્ર જાડેજા-કુલદીપ યાદવે પહેલીવાર સાત વિકેટ ખેડવી છે તો કેપ્ટન રોહિત શર્મા 12 વર્ષ બાદ સાતમા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. આ જીત એટલા માટે પણ ખાસ કરી કેમ કે વિન્ડિઝ ટીમ આ મેચમાં ભારત વિરુદ્ધ પોતાના ઘરમાં સૌના નાના સ્કોરે સંકેલાઈ ગઈ હતી જેનો શ્રેય ભારતીય સ્પીનરો કુલદીપ યાદવ-રવીન્દ્ર જાડેજાની જોડીને જાય છે.

રવીન્દ્ર જાડેજાએ આ મેચમાં ત્રણ વિકેટ લેતાંની સાથે જ તે વિન્ડિઝ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. જાડેજા અત્યાર સુધીમાં 44 કેરેબિયન બેટર્સને આઉટ કરી ચૂક્યો છે જ્યારે કપિલ દેવ અત્યાર સુધીમાં વિન્ડિઝ સામે 43 વિકેટ મેળવી ચૂક્યા છે. આ યાદીમાં ત્રીજું નામ અનિલ કુંબલેનું આવે છે.જાડેજા ઉપરાંત કુલદીપ યાદવે પહેલી વન-ડેમાં શાનદાર બોલિંગ કરીહતી. તેણે ત્રણ ઓવરમાં માત્ર છ રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ કુલદીપે સાતમી વખત ચાર વિકેટ મેળવી છે. તે સૌથી વધુ વખત ચાર વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચહલની બરાબરીએ આવી ગયો છે. ચહલે પણ સાત વખત ચાર વિકેટ હાંસલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેપ્ટન રોહિત શર્માએ ભારતની જીતમાં અણનમ 12 રનનું યોગદાન આપ્યું છે. તે 25મી વખત સફળ રનચેઝમાં અણનમ પરત ફર્યો છે. આ મામલે રોહિત ભારતીય દિગ્ગજ બેટર સચિન તેંડુલકરની બરાબરીએ આવી ગયો છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની પ્રથમ ક્રમે છે. ધોની 47 વખત અણનમ રહ્યો છે જ્યારે બીજા નંબરે રહેલો કોહલી 30 વખત અણનમ પરત ફર્યો છે.

કોહલીએ રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં રોમારિયો શેફર્ડનો શાનદાર કેચ પકડ્યો છે. આ કેચ લેવાની સાથે જ કોહલી વન-ડેમાં સૌથી વધુ કેચ લેનારા ખેલાડીઓના ટૉપ-5 ક્લબમાં સામેલ થઈ ગયો છે. કોહલીએ વન-ડે કરિયરનો 142મો કેચ પકડ્યો છે. તે રોસ ટેલરની બરાબરીએ આવ્યો છે.

Read About Weather here

આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝને 114 રન પર ઓલઆઉટ કર્યા બાદ રોહિતે ટીમના બેટિંગ ઑર્ડર પર અનેક પ્રયોગ કર્યા હતા. તે ખુદ સાતમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. રોહિત 12 વર્ષ બાદ આ સ્થાને બેટિંગ કરવા ઉતર્યો હતો. આ પહેલાં તે 2011માં નંબર-7 ઉપર બેટિંગ કરવા ઉતર્યો હતો. તે આવું કરનારો ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેના પહેલાં કપિલ દેવ અને રાહુલ દ્રવિડ સાતમા નંબરે કેપ્ટન તરીકે બેટિંગ કરવા ઉતરી ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here