ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન-2024 સુધી વધારાયો

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન-2024 સુધી વધારાયો
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન-2024 સુધી વધારાયો
દિલ્હીમાં બે દિવસથી ચાલતી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મંગળવારે વડાપ્રધાનના સંબોધન સાથે ખતમ થઈ છે. વડાપ્રધાને કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટમીમાં માત્ર 400 દિવસ જ બાકી છે. આ સંજોગોમાં પાર્ટીના પદાધિકારીઓ અને દરેક કાર્યકર્તાઓ એક-એક મતદારને મળવા તેમના ઘર સુધી જવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીમાં ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળ વધારવા પર મહોર લાગી ચૂકી છે. જેપી નડ્ડાનો એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. 20 જાન્યુઆરીના રોજ નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ પર રહેશે. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષપદે યથાવત્ રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો.

Read About Weather here

ગૃહમંત્રી અમિત શાહે નડ્ડાનો કાર્યકાળ વધારવાની જાહેરાત કરી હતી. શાહે કહ્યું- પાર્ટીએ નડ્ડાજીના નેતૃત્વમાં 120 ચૂંટણી લડી હતી, જેમાંથી 73 જીતી હતી. હું નડ્ડાજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના નેતૃત્વમાં પાર્ટીએ તેની પહોંચ અને ખ્યાતિ વધારી. 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને નડ્ડાજીના સંગઠનાત્મક નેતૃત્વ હેઠળ લડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here