પહેલી ડિસેમ્બર થી આમ જનતા માટે ડિજિટલ રુપીયો લોન્ચ થશે

પહેલા દિવસે જ ‘ડિઝીટલ રૂપિયા’ની પોણા બે કરોડની લેવડ-દેવડ
પહેલા દિવસે જ ‘ડિઝીટલ રૂપિયા’ની પોણા બે કરોડની લેવડ-દેવડ
RBI તેની ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ 1 ડિસેમ્બરે શરૂ કરવા જઈ રહી છે.આ પાયલટ પ્રોજેક્ટમાં પસંદગીના સ્થળો પર ક્લોઝ યૂઝર ગ્રૂપ હેઠળ શરૂ કરાશે. ઇ-રૂપી એ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. જે રીતે ચલણી નોટો અને સિક્કા કામ કરે છે તેવી જ રીતે ડિજિટલ કરન્સી કામ કરશે અને તે વિવિધ ચલણની સમાન કિંમતમાં ઉપલબ્ધ હશે. તેનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ પાયલોટ પ્રોજેક્ટ પસંદગીના સ્થળોએ આ ક્લોઝ યૂઝર ગ્રૂપમાં આવરી લેવામાં આવશે અને આ ગ્રૂપમાં જોડાનાર ગ્રાહકો તેમજ વેપારીઓનો સમાવેશ થશે. ડિજિટલ રૂપિયો ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે જે લીગલ ટેન્ડર તરીકે હશે અને તેને બેંકો વચ્ચે વહેંચવામાં આવશે.

Read About Weather here

આરબીઆઈએ કહ્યું કે યુઝર્સ મોબાઈલ ફોન અથવા ડિવાઈસ દ્વારા બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ વ્યવહારો વ્યક્તિથી વ્યક્તિ એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે અને વ્યક્તિ અને વેપારી વચ્ચે થઈ શકે છે, જે વેપારીઓ પાસે QR કોડ છે તે વેપારીને ચુકવણી કરી શકાશે. આ પાયલોટ પ્રોજેક્ટ હાલ માત્ર પસંદગીના સ્થળોએ શરૂ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here