ધડાકા સાથે મોબાઈલ ફાટ્યો…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 40 કિમી દૂર બડનગરમાં 68 વર્ષીય દયારામ બરોડ ઘરમાં ચાર્જિંગમાં લગાવેલા મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન મોબાઈલમાં ધડાકો થયો હતો, જેના કારણે વૃદ્ધના માથાથી છાતીના ભાગના કુરકેકુરચા ઉડી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઘટનાસ્થળ પરથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. ઓપ્પો કંપનીનો માત્ર એક ફોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે મોબાઈલના ટુકડા કબજે કરી તપાસ માટે મોકલી આપ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી કે તેઓ ચાર્જિંગ સમયે પોતાના મોબાઈલથી વાત કરી રહ્યા હશે, આ દરમિયાન તેમના મોબાઈલમાં ધડાકો થયો હશે.

દયારામ સોમવારે તેના મિત્ર દિનેશ ચાવડા સાથે ગમીના કાર્યક્રમ માટે ઈન્દોર જવાનું હતું. દિનેશ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો અને તેના માટે ઈન્દોરની ટિકિટ પણ લીધી. જ્યારે ઘણે મોડે સુધી સ્ટેશને ન પહોંચતાં દિનેશે તેને ફોન કર્યો હતો. ફોન રિસિવ કરતા જ મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. આ પછી મોબાઈલ સતત બંધ આવતો હતો. જે બાદ દિનેશ તેમને મળવા ખેતરમાં ગયો હતો. પરંતુ જ્યારે તે પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ગયો હતો. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી.

Read About Weather here

માહિતી મળતાં જ ટીઆઈ મનીષ મિશ્રા અને એસઆઈ જિતેન્દ્ર પાટીદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધના ગળાથી છાતી સુધીનો ભાગ અને એક હાથના કુરકેકુરચા ઉડી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પાવર પોઈન્ટ પણ સંપૂર્ણપણે બળી ગયો હતો. સ્થળ પરથી અન્ય કોઈ વિસ્ફોટક કે જ્વલનશીલ સામગ્રી પણ મળી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here