દુર્ગા વિસર્જન દરમિયાન 8નાં મોત

દુર્ગા વિસર્જન દરમિયાન 8નાં મોત
દુર્ગા વિસર્જન દરમિયાન 8નાં મોત
મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં ધસમસતા પાણીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં હતાં. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.  જલપાઈગુડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે 20-25 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.મળતી માહિતી મુજબ, મોડી સાંજે લોકો મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા મલ નદીમાં ગયા હતા. આ દરમિયાન નદીમાં ધસમસતું પાણી આવ્યું હતું, મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ગયેલા અનેક લોકો એમાં ફસાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

માહિતી મળતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્રએ જેસીબીની મદદથી લોકોને શોધવાની કામગીરી શરૂ કરી છે.પીએમ મોદીએ જલપાઈગુડી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુઃખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના: PM.ડીએમ મૌમિતા ગોદારા બસુનું કહેવું છે કે 8 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ચાર મહિલા પણ સામેલ છે. લગભગ 40 લોકો હજુ પણ એક ટાપુ પર ફસાયા છે. NDRFની ટીમ લોકોને બચાવવામાં વ્યસ્ત છે.

Read About Weather here

અત્યારસુધીમાં 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.રાજસ્થાનના અજમેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન 6 યુવકનાં ડૂબી જવાથી મોત થયાં છે. તેને બચાવવા માટે એક પછી એક વધુ 5 યુવક પાણીમાં ઊતર્યા અને બધા ડૂબી ગયા હતા. ભારે જહેમત બાદ ગ્રામજનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ઘટના અજમેરના નસીરાબાદ સ્થિત નંદલા વિસ્તારની છે.મૃતકોમાં કાકા અને ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. એક યુવકનો પગ લપસી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here