દાર્જિલિંગના ચાના બગીચા સંકટમાં,988 કરોડનું પેકેજ માગ્યું!

દાર્જિલિંગના ચાના બગીચા સંકટમાં,988 કરોડનું પેકેજ માગ્યું!
દાર્જિલિંગના ચાના બગીચા સંકટમાં,988 કરોડનું પેકેજ માગ્યું!
દાર્જિલિંગના ચાના બગીચા હાલમાં નાણાકીય સંકટમાં છે. અડધાથી વધુ ચારના બગીચા દેવાળું ફૂંકવાના આરે છે. એવી સ્થિતિ વચ્ચે ચાના ઉત્પાદકોની નિયામક સંસ્થા ભારતીય ચાય બોર્ડે કેન્દ્ર સરકાર પાસેથી 988 કરોડ રૂપિયાના ખાસ પેકેજની માગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચીન બાદ દુનિયામાં બીજા સૌથી મોટા ચા ઉત્પાદક ભારતમાં 55 હજાર શ્રમિકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ચાના બગીચાઓની સામે બે મુખ્ય સમસ્યાઓ છે. પહેલી સમસ્યા નેપાળની દાર્જિલિંગ ચાના નામથી વેચવામાં આવતી સસ્તી ચા મોટા પ્રમાણમાં નેપાળથી સીધી વિદેશમાં ભારતીય ઉત્પાદન તરીકે નિકાસ કરી દેવામાં આવે છે. તસ્કરીથી દાર્જિલિંગ ચાના રૂપમાં સસ્તી ચા વેચવામાં આવે છે. આવી સ્થિતિમાં બંગાળની અસલી દાર્જિલિંગ ચાનો ઉત્પાદન ખર્ચ નેપાળની ચાની સરખામણીમાં વધારે છે.

દર વર્ષે દાર્જિલિંગ ચાના લેબલની સાથે બે કરોડ કિલો ચાનું વેચાણ થાય છે. પરંતુ હકીકતમાં દાર્જિલિંગ ચાના બગીચામાં એક કરોડ કિલો ચા જ ઉગાડવામાં આવે છે. મુક્ત વેપાર સમજૂતી દાર્જિલિંગ ચાની દાણચોરીને રોકવામાં અડચણરૂપ છે.બીજી બાજુ ક્લાઈમેટ ચેન્જથી ચાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. દાર્જિલિંગ ટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના કુર્સિયોંગમાં સરેરાશ તાપમાન 0.5 ડિગ્રી વધ્યું છે.

Read About Weather here

દાર્જિલિંગ ચાની પાસે જ જીઆઇ ટેગ છે. બંગાળના દાર્જિલિંગ અને કલિમ્પોંગમાં 600થી 2000 મીટરની ઊંચાઇ પર ઉગાડવામાં આવતી ચાને જ દાર્જિલિંગ ચા ગણવામાં આવે છે. ચા બોર્ડે 87 બગીચાઓને જ દાર્જિલિંગ ચા માટે લાઈસન્સ આપ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here