જાણો આફ્રિકન કમાન્ડો રાજસ્થાન કેમ આવ્યા…!

જાણો આફ્રિકન કમાન્ડો રાજસ્થાન કેમ આવ્યા…!
જાણો આફ્રિકન કમાન્ડો રાજસ્થાન કેમ આવ્યા…!
RPTCના ઈતિહાસમાં આ પહેલી વખત છે, જ્યારે કોઈ બીજા દેશના કમાન્ડો અહીં ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ કમાન્ડોની ત્રણ મહિના સુધી ટ્રેનિંગ ચાલશે. તેમને ઈન્ડોર અને આઉટડોર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એમાં વેપન ટ્રેનિંગ, નેવિગેશન, સિક્યોરિટી મૂવમેન્ટ સહિત ઘણી ટેક્નિક પણ શીખવવામાં આવી રહી છે.
જાણો આફ્રિકન કમાન્ડો રાજસ્થાન કેમ આવ્યા…! આફ્રિકન કમાન્ડો

Visit Saurashtra Kranti Homepage here

રાજસ્થાન પોલીસ પોતાની સિક્યોરિટી અને ભીડ કંટ્રોલ મેનેજમેન્ટને લઈને ઈતિહાસ રચવા જઈ રહી છે. પોલીસની ટીમ હાલ આફ્રિકન દેશ ટોગોના 40 કમાન્ડોને ટ્રેનિંગ આપી રહી છે. અહીંથી ટ્રેનિંગ પૂરી કર્યા પછી આ કમાન્ડો પોતાના દેશના રાષ્ટ્રપતિની સિક્યોરિટી અને VIP મૂવમેન્ટની જવાબદારી સંભાળશે.વાસ્તવમાં 12 જાન્યુઆરીથી રિપબ્લિકના 40 કમાન્ડોની ટીમ ટ્રેનિંગ માટે રાજસ્થાન પોલીસ ટ્રેનિંગ સ્કૂલ RPTC, જોધપુર પહોંચી છે.રાજસ્થાન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ હરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આ જોધપુર અને રાજ્ય માટે ગર્વની વાત છે કે ટોગો દેશના VIP અને રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જોધપુરની આ એકેડમીને પસંદ કરવામાં આવી છે. અહીં તેમને કમાન્ડો અને VIP સિક્યોરિટીની ટ્રેનિંગ આપવામાં આવશે.

બે દેશ વચ્ચે સારું સંકલનનું પગલું હશે. તેમને શીખવવામાં આવશે કે રાષ્ટ્રપતિ અને અન્ય VIP લોકોની સિક્યોરિટી કેવી રીતે થાય. આ સિવાય વિરોધપ્રદર્શનમાં ભીડ કંટ્રોલ કેવી રીતે કરવી એ પણ શીખવવામાં આવશે.ટ્રેનિંગ દરમિયાન આ કમાન્ડોને સવારે 4 વાગ્યે ઉઠાડવામાં આવે છે. તૈયાર થયા પછી સવારે 5 વાગ્યે તેમની ટ્રેનિંગ શરૂ થાય છે. ત્યાર પછી સવારે 8 વાગ્યે નાસ્તો હોય છે. થોડીવાર પછી બ્રેક આપવામાં આવે છે અને બપોરે 1 વાગ્યા સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. 1 કલાકનો લંચ અને ત્યાર પછી બે કલાકનો બ્રેક હોય છે.

Read About Weather here

જાણો આફ્રિકન કમાન્ડો રાજસ્થાન કેમ આવ્યા…! આફ્રિકન કમાન્ડો

રાજસ્થાન પોલીસ ઉપરાંત ERT, દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર બેઝિક કમાન્ડો કોર્સ, એડવાન્સ્ડ કમાન્ડો કોર્સ, વેપન ટેક્ટિક્સ કોર્સ પણ આ સેન્ટરમાંથી કરાવવામાં આવ્યા છે. એમાં પોલીસ ઉપરાંત રેલવે પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અહીં બેઝિક કોર્સ કરતા સૈનિકો અને અધિકારીઓ ઉપરાંત કમાન્ડોની તાલીમ પણ હાલમાં આપવામાં આવી રહી છે.સાંજે 4 વાગ્યે એકેડમીના અધિકારી તેમને અભ્યાસ કરાવે છે. સાંજે 5.30 વાગ્યે અડધો કલાકનો ટી-બ્રેક હોય છે. 1થી 1.5 કલાકના ક્લાસ અને પછી સાંજે ડિનર પછી કમાન્ડો સૂવાની તૈયારી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here