જમ્મુ-કાશ્મીર 2: આતંકનો ગઢ ગણાતી ખીણમાં મહિલાઓ અને યુવાનો પરિવર્તન લાવી રહ્યાં

જમ્મુ-કાશ્મીર 2: આતંકનો ગઢ ગણાતી ખીણમાં મહિલાઓ અને યુવાનો પરિવર્તન લાવી રહ્યાં
જમ્મુ-કાશ્મીર 2: આતંકનો ગઢ ગણાતી ખીણમાં મહિલાઓ અને યુવાનો પરિવર્તન લાવી રહ્યાં
કલમ 370 દૂર કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. નવા બિઝનેસ સ્ટાર્ટઅપનું તો જાણે પૂર આવ્યું છે. મહિલાઓ અને યુવાનો પરિવર્તન લાવી રહ્યાં છે. એઆઇના ઉપયોગથી ક્રિકેટ બેટની ક્ષમતા વધારાઈ રહી છે. તેનાથી બેટ વિદેશ સુધી પહોંચી રહ્યાં છે. કારીગરો હવે વર્ષના 365 દિવસ વ્યસ્ત રહેવા લાગ્યા છે. એક સમયે આતંકવાદીઓ બંદૂકના જોરે ઘરોમાં ઘૂસી જતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મહત્ત્વનું છે કે અત્યારે અહીંના રહીશોએ ટૅક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ટૅક્નોલોજીની મદદથી પશ્મીના શાલ બનાવવાના કામમાં ઘણી તેજી આવી છે.વિરોધ કરનારી મહિલાઓ પર ગોળીઓ વરસાવાતી હતી. હવે સ્થિતિ સુધરી છે.2 હજાર વર્ષ જૂના રહેણાક વિસ્તાર ડાઉનટાઉનની ગલીઓમાં મહિલાઓ-યુવાનો કાલીનથી માંડીને શાલનું વણાટકામ કરી રહ્યા છે. કમ્પ્યુટર સ્ક્રીન પર કાલીનની ડિઝાઇન બનાવતા શાહનવાઝ સોફી કહે છે, ‘પહેલાં ડિઝાઇન તૈયાર કરવામાં 3-4 મહિના થતા હતા. અનંતનાગના બેટમેકર ફૌઝુલ કબીર ટૅક્નોલોજીની મદદથી કાશ્મીરી વિલોની નવી ઓળખ આપી રહ્યા છે. તેઓ કહે છે ઇંગ્લીશ વિલોનો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઉપયોગ થતો નહોતો. 13 વર્ષ સુધી સંશોધન કર્યું. ખામીઓ શોધી.

Read About Weather here

 આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે બેટ બનાવવાનું શરૂ કર્યું. ​​​​​​​હસ્તકલા માટે જાણીતાં આરીફા જાને હલકી ગુણવત્તાને કારણે નકારી દેવાયેલા નમદા ક્રાફ્ટને ઇનોવેશન થકી નવી ઓળખ આપી છે. તેઓ કહે છે પહેલાં ગમે ત્યારે બંધ રહેતું હતું. ઓર્ડર રદ કરવા પડતા હતા. કારીગર પણ 70માંથી 25 જ રહ્યા. હવે આખું વર્ષ કામ મળે છે. જોકે મશીન માટે જમીન જોઈએ છે. ખીણમાં પ્રથમ સીબીએસઈ સ્કૂલ લાવનારા કાશ્મીરી પંડિત વિજય ધર કહે છે કે અહીં નાના-મોટા ઉદ્યોગકારો ઝડપથી વધી રહ્યા છે. 3-4 મહિના પહેલાં સ્કૂલ પાસ કરનારી બે કિશોરી મળી હતી. તેઓ મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે. કહ્યું, ફી 1 લાખ રૂપિયા લઈએ છીએ. મેં પૂછ્યું કે લગ્નોમાં મેકઅપ કરવાના આટલા બધા રૂપિયા કોણ આપે છે? વર્ષમાં 4-5 કસ્ટમર મળી જાય છે? તો કહ્યું કે એટલા તો એક મહિનામાં કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here