ગુજરાતમાં બે દિવસની રાહતબાદ ગઈરાતથી મેઘરાજાની ફરી સટાસટી

ગુજરાતમાં બે દિવસની રાહતબાદ ગઈરાતથી મેઘરાજાની ફરી સટાસટી
ગુજરાતમાં બે દિવસની રાહતબાદ ગઈરાતથી મેઘરાજાની ફરી સટાસટી
ગુજરાતમાં બે દિવસ વરસાદી રાહત બાદ ફરી દક્ષિણ ગુજરાત નિશાન બન્યુ હોય તેમ અતિભારે વરસાદમાં ધમરોળાયું છે અને ઠેકઠેકાણે જળબંબાકારની હાલત સર્જાઈ છે. આ સિવાય મૂંબઈમાં પણ ભારે વરસાદને પગલે અનેક પરા વિસ્તારો પાણી-પાણી થઈ જવા સાથે સડક-રેલ ટ્રાફીકને અસર થતા જનજીવન પ્રભાવીત બન્યુ હતું. દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સહીતના જીલ્લાઓમાં મેઘપ્રકોપ હોય તેમ ગઈરાતથી અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને સવાર સુધીમાં મોટાભાગનાં વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સુરતના મહુવામાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો. બારડોલીમાં 9, પલસાણા ચોર્યાસીમાં 6-6, ઈંચ તથા માંડવીમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. નવસારી શહેર જળબંબાકાર થયુ હતું. છ કલાકમાં 11 ઈંચ પાણી વરસતા નીચાણવાળા ભાગોમાં મકાનો-દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. જલાલપોરમાં આઠ તથા વાંસદામાં પાંચ ઈંચ વરસાદ થયો હતો.વલસાડના કપરડામાં 8 તથા ઉમરાણામાં સાત ઈંચ વરસાદ થયો હતો.ડાંગ જીલ્લાના સુધીમાં 8 ઈંચ, આહવા-વધઈમાં 6-6 ઈંચ પાણી પડયુ હતું. તાપીના સોનગઢમાં સાત ઈંચ, વાલોદમાં 6 ઈંચ વરસાદ હતો. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રીક ભારે વરસાદને પગલે નવસારી-ડાંગમાં અંબીકા પૂર્ણા તથા કાવેરી નદીનાં જળસ્તરમાં મોટો વધારો થયો છે.

Read About Weather here

પૂર્ણા નદીનું જ સપાટી ભયજનકથી એક ફૂટ દુર છે અને તંત્ર એલર્ટ બન્યુ છે. બારડોલીમાં પુર જેવા પાણીમાં ફસાયેલા 24 લોકોને રેસ્કયુ કરાયા હતા ડાંગમાં શિવઘાટ ધોધ પાસે ભૂસ્ખલન થયુ હતું. પરીણામે આહવા-સાપુતારા માર્ગમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બારડોલીનો અંડરપાસ બંધ કરાયો હતો નવસારી-સુરત-હાઈવે પર પાંચ કીમીનો ટ્રાફીકજામ હતો.પાણી ફરી વળ્યા હતા.સુરત જીલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. દરમ્યાન હવામાન ખાતાનાં રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે રાજયના 31 જીલ્લાનાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત સિવાય રાજયના અન્ય ભાગોમાં છુટોછવાયો હળવો, ભારે વરસાદ હતો. આ સાથે રાજયનો 75 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here