કેન્દ્રની હીટવેવ ગાઈડલાઈન્સ …

કેન્દ્રની હીટવેવ ગાઈડલાઈન્સ ...
કેન્દ્રની હીટવેવ ગાઈડલાઈન્સ ...

બપોરનાં 12 થી 3 વાગ્યા સુધી ઘરમાં જ રહો

બાળકો, વૃધ્ધો, અશક્તો અને બીમારોનું ખાસ ધ્યાન રાખવા સરકારની તાકીદ

ભયાનક ગરમીનાં મોજાથી બચવા, સાવધાની રાખવા લોકોને ખાસ અપીલ કરતુ કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય

ગુજરાત સહિત દેશભરમાં અતિશય, ભયાનક અને આકરી ગરમીનું મોજું ફરી વળ્યું છે ત્યારે લોકોને વધુ સાવચેતી અને સાવધાની રાખવા કેન્દ્ર સરકારે ખાસ આરોગ્યલક્ષી માર્ગદર્શીકાઓ બહાર પાડી છે અને તેનો ચુસ્તપણે અમલ કરવા લોકોને અપીલ કરી છે.

ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરમાં જ રહેવા, ઘરની બહાર નીકળો ત્યારે છત્રી, હેટ, ટોપી, ટુવાલ વગેરેથી માથું ઢાંકી રાખવા અને સીધા સૂર્યપ્રકાશથી બચવા દેશવાસીઓને તાકીદ કરવામાં આવી છે.

હીટવેવ આકરું બન્યું હોવાથી સરકારે હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેની વિગતવાર સમજણ આપવામાં આવી છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ખૂટે નહીં એ માટે સતત પાણી પીતા રહેવા, દિવસનાં ભાગે ઘરમાં રહેવા, ઓઆરએસનો ભરપુર ઉપયોગ કરવા અને જેમાં વધુ માત્રામાં પાણી હોય એવા મૌસમી ફળ અને શાકભાજીનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.

એટલું જ નહીં સરકારે તાકીદ કરી છે કે, શક્ય હોય ત્યાં સુધી સફેદ અને હલકા, હળવા કોટનનાં કપડા પહેરી રાખવા, માથું એકદમ ઢાંકી રાખવું, જરૂરી કામ હોય તો જ બહાર નિકળવું, સવારનાં ભાગે અને સાંજે મહત્વનાં કામ પુરા કરી દેવા હિતકારી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારે બીમાર હોય એવા લોકો, બાળકો, કિશોરો, સગર્ભા મહિલાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓ, અશક્તો અને વૃધ્ધ નાગરિકોને બપોરનાં સમયે ઘરમાં જ રાખવા લોકોને ખાસ તાકીદ કરી છે. બપોરે 12 થી 3 ની વચ્ચે ઘરની બહાર ન નીકળવા, દિવસનાં ભાગે ઉઘાડા પગે ન ચાલવા અને લૂ ન લાગે તેનું ધ્યાન રાખવા તથા દિવસનાં ભાગે ખુલ્લા તડકામાં ખૂબ મહેનતનું કામ ઓછું કરવા, ખુલ્લા આકાશ નીચે ભોજન ન રાંધવા સહિતની ગાઈડલાઈન્સ લોકોને આપવામાં આવી છે.

Read About Weather here

કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનો અમલ કરવા કેન્દ્રનાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે લોકોને અપીલ કરી છે. લોકોને હીટવેવમાં તબિયત જાળવવા માટે જાગૃત કરવા માટેનાં કાર્યક્રમો ચાલુ રાખવા આરોગ્ય સચિવે તમામ રાજ્ય સરકારોને પણ તાકીદ કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here