કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો જથ્થો મળ્યો…!

કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો જથ્થો મળ્યો…!
કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો જથ્થો મળ્યો…!
જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાં લિથિયમનો 59 લાખ ટનનો જથ્થો મળ્યો છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે.આ શોધથી ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે ભારતની ચીન તથા અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થશે.

Visit Saurashtra Kranti Homepage here

ભારત લિથિમ અને લિથિયમ આયન બેટરીનો વિશ્વનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. 2020-21માં ભારતે પોતાની જરૂરિયાતના 72.73 ટકા લિથિયમ આયન ચીનથી આયાત કર્યું હતું. આ પહેલા કર્ણાટકના મંડ્યા જિલ્લામાં પણ અંદાજે 16000 ટન લિથિયમનો ભંડાર મળ્યો હતો.

Read About Weather here

ભારતનો જિયોલોજિકલ સર્વે વિભાગ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યમાં લિથિયમનો ભંડાર શોધવા માટે સરવે કરી રહ્યો છે.​​​​​​​ભારતમાં લિથિયમનો ભંડાર મળતા એનર્જી સેક્ટરને મોટો લાભ થશે. ઑટોમોબાઇલ સેક્ટર, રિચાર્જેબલ બેટરીથી લઈને સ્પેસક્રાફ્ટ, ન્યૂક્લિયર રિએક્ટર્સ, પેસમેકર સહિત વિવિધ ઇન્ડન્સ્ટ્રીઝમાં તેનો ઉપયોગ થાય છે. ઇવીની બેટરીના ભાવમાં ઘટાડો આવશે જેનો ફાયદો ગ્રાહકોને મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here