આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર 

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. 8000  સુપર રિચ ભારત છોડે તેવી શકયતા

એક સર્વેમાં સનસનીખેજ દાવો : આકરા કરવેરા અને પાસપોર્ટના નિયમો કારણભૂત : અમેરિકા – કેનેડા – ઓસ્‍ટ્રેલિયા સહિતના દેશો પસંદગીના : અહિં જીવન જીવવાની ગુણવત્તા શ્રેષ્‍ઠ હોવાનો દાવો

2. ગુજરાતમાં હવે ઓરિજનલ મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન જ મળશે

રાજય સરકારનો નિર્ણય : આ નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ પેમેન્‍ટ કરીને રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર

3.  ઉત્તર પ્રદેશ: ઇટાવા માં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 બાળકોના મોત

4. દેશમાં 40 માસમાં પહેલી વખત બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત

મોંઘવારી કાબૂમાં રાખવા લેવાયેલા નિર્ણયોના પગલે સમસ્યા : રિઝર્વ બેન્કને સિસ્ટમમાં 21800 કરોડ કેશ નાંખવા પડયા છે, મે 2019  પછી આવી સ્થિતિ પહેલી વખત સર્જાઈ

Visit Saurashtra Kranti Homepage here

5. રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવના વોર્ડમાં 22.33 કરોડના ખર્ચે અદ્યતન સ્‍પોર્ટસ સંકુલ બનશે

મવડીમાં નવું નઝરાણુ : વોર્ડ નં. 12 ના પુનિત 80 ફુટ રોડ અને વગળ ચોકડી વચ્‍ચે 12 હજાર ચો.મી. જગ્‍યામાં 9,500  ચો.મી.નું બાંધકામ થશે : આ સંકુલમાં બાસ્‍કેટ બોલ, ટેબલ ટેનીસ, જીમ, શુટીંગ રેન્‍જ, આર્ચર પોઇન્‍ટ તથા બાસ્‍કેટ બોલ, ટેનીસ, વોલીબોલ તથા સ્‍કેટીંગ, યોગ સહિત 10 ગેમની સુવિધા

6. અમદાવાદમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્‍સનું વેંચાણઃ 5 લાખના નશીલા દ્રવ્‍ય સાથે પરબત ઝાલા અને ઉશામા બક્ષીની ધરપકડ

7. ખેડા: ઠાસરા પાસે બાધપુરા કેનાલમાં કાર ખાબકી

કારમાં સવાર 3 માંથી 1 નો  આબાદ બચાવ, 2ની શોધખોળ

8. 26 સપ્ટેમ્બરે અમિત શાહ ફરી આવશે અમદાવાદ

વિકાસ કામોના lokaarpn, ખાતમુહૂર્ત કરશે : AMCના 237 કરોડના વિકાસ કામોની ભેટ, ભાડજ સર્કલના ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ

9.દેશના 10 રાજ્યોમાં NIAનો સપાટો

તેલંગણા, યુપી, બિહાર, કેરળ માં દરોડા: PFI સાથે જોડાયેલા સ્થળો પર NIA ના દરોડા, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ

Read About Weather here

10. સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહેશે, તાપમાન 34.4 ડિગ્રી

દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાશે, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here