આજના મોર્નિંગ ન્યુઝ પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.વિશ્વમાં કોલસાની અછત વચ્ચે ભારતમાં પણ કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે. દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં 3થી 5 દિવસ ચાલે એટલો કોલસાનો જથ્થો બચ્યો છે. સ્થિતિને જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંકટ વધારે ઘેરું બની શકે છે.

રાજસ્થાન, તમિલનાડુ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ કોલસા સંકટને લીધે વીજળી ઉત્પાદનમાં અછતની ફરીયાદ કરી છે.

2. કાશ્મીરમાં બિહારી મજૂરો: ક્યારેય ડરનો માહોલ રહ્યો નથી, લોકડાઉનમાં કાશ્મીરી લોકોએ અમને ઘરે બેઠા ખવડાવ્યું; હવે અચાનક આતંકીઓએ અમારા સાથીની હત્યા કરી દીધી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ડ્રગ્સ પકડાયા બાદ અદાણી પોર્ટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરશે

15 નવેમ્બરથી આ ત્રણ દેશમાંથી આવતાં શિપમેન્ટ અદાણી પોર્ટ પર નહીં ઊતરે

સપ્ટેમ્બરમાં કચ્છમાં અદાણીના મુંદ્રા પોર્ટથી અંદાજે 3000 કિલો ડ્રગ્સ પકડાયું હતું

4. કડક લૉકડાઉનના 100 દિવસ પછી સોમવારે જેવા ઘડિયાળમાં 12:01 વાગતા જ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના લોકો રસ્તા પર ઉતરી પડ્યા.

વેલકમ બેક સિડનીની ગૂંજ, રસ્તા પર દોડતાં વાહનો અને ખુશીથી એકબીજાને આવકારતા લોકો. પબ-રેસ્ટોરન્ટ, સલૂન, બેકરી અને જિમમાં ફૂટફૉલ વધ્યા અને લોકોએ ફ્રીડમ ડેની ઉજવણી કરી. લોકોએ સુરક્ષાનું પાલન કરીને કોરોના વાઈરસ સાથે જીવવાનો સંકલ્પ પણ લીધો.

5. રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટાં ઘરોની ઇચ્છા અને રેકોર્ડ નીચા વ્યાજદરથી હોમલોનમાં માગ ખૂલશે

કોવિડ પ્રતિબંધો દૂર થતા અને બેન્કોની લોન બુકમાં સુધારાનો માર્ગ ખુલ્યો

6. ગુજરાતમાં 5000 કરોડથી વધુની જ્વેલરી તો માત્ર તહેવારોમાં જ વેચાશે

રોઝ ગોલ્ડ ‘18 કેરેટ’ની જ્વેલરીમાં આકર્ષણ વધ્યું, ઘડામણમાં આકર્ષક ઓફર. તહેવાર-મેરેજ સીઝનની ખરીદી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં મોટા પાયે થશે. 15000 કરોડથી વધુનું જ્વેલરી માર્કેટ ગુજરાતનું વાર્ષિક ધોરણે

7. અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી, સાણંદમાં ખેલૈયાઓએ ઠુમકાં લગાવ્યા

સાણંદના કલ્હાર બંગલો ખાતે ગરબાની રમઝટ બોલાવી. સાઉથ બોપલના ગાલા ગ્લોરી ખાતે નવરાત્રિની ઉજવણી. અમદાવાદ એરપોર્ટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાયું

8. ચીન: ઘોંઘાટમાં ખોવાયેલાં પક્ષીઓના અવાજથી ફરી એકવાર બેજિંગ ગૂંજશે

મેથી શરૂ થશે ધ્વનિનું અનોખું મ્યુઝિયમ

9. હિમાચલના 2 શક્તિપીઠ:નયના દેવીમાં માતાની આંખનું પૂજન થાય છે, જ્વાલા મંદિરમાં માતાની મૂર્તિ જ નથી

દેવી સતીની આંખ પડવાથી નયના દેવી નામ પડ્યું અને ધરતીમાંથી બહાર આવેલી આગની જ્વાળાઓના કારણે જ્વાલા દેવી તીર્થ બન્યું

Read About Weather here

10. નેપાળની ગુહ્યેશ્વરી શક્તિપીઠ, પશુપતિનાથથી પહેલાં માના દર્શનની પરંપરા, સતીને મહામાયા અને શિવને કપાલીના રૂપમાં પૂજાય છે

માતા ગુહ્યેશ્વરી મંદિરમાં પ્રતિમા નથી, આ મંદિર તાંત્રિક અનુષ્ઠાનોનું મોટું કેન્દ્ર છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here