આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.  પૃથ્વી પર કોઈ જગ્યા નથી જ્યાં આપણી મિસાઈલ ના પહોંચે, જાણો પંચતત્વોમાં ભારતે હાંસલ કરેલી સફળતા

    ભારત સામે સમુદ્ર જળ, અગ્ની, વાયુ અને આકાશ પણ નતમસ્તક. સંપૂર્ણ ભારત આઝાદીના 75માં વર્ષની ઊજવણી કરી રહ્યું છે. આમતો સ્વતંત્ર ભારતની આ 74 વર્ષોમાં સેકન્ડો-હજારો કહાણીઓ છે, પરંતુ તેની સફળતાના કેટલાક એવા પાસા છે કે જેને આપણે ભૂલી ન શકીએ. પાંચ તત્વોના સિદ્ધાંતમાં માનનારા આ દેશનું નામ આજે પંચતત્વોમાં ગૂંજી રહ્યું છે. આજે ભારતને પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશમાં પડકારનાર કોઈ નથી.

2.   હૈતીમાં હજારો ઘર કાટમાળમાં ફેરવાતા સેંકડો લોકો બેઘર બન્યાં; ક્યાંક કોઈ ખુલ્લામાં સારવાર લે છે તો કોઈ મદદ માટે રાહ જોઈ રહ્યું છે

    કેરેબિયન દેશ હૈતીમાં આવેલા સતત બે ભૂકંપે તબાહી સર્જી છે. ભૂકંપને લીધે અત્યાર સુધીમાં અંદાજે 1300 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 2800થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. આ ઉપરાંત 2800થી વધુ ઘર કાટમાળમાં ફેરવાયા છે. જેને કારણે હજારો લોકો બેઘર બન્યાં છે. તેટલું જ નહીં, હોસ્પિટલોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી લોકો બહાર ખુલ્લામાં જ સારવાર લેવા મજબૂર બન્યાં છે. હાલ ત્યાં કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

3.  એન્ડરસનની બોલિંગ સ્ટાઇલ પર કોહલી ભડક્યો, કહ્યું- આ પિચ છે તારું બેકયાર્ડ નથી; તારી આવી ચાલ વૃદ્ધાવસ્થાની નિશાની છે

DAY-3 સ્ટમ્પ્સ પહેલા બુમરાહે બાઉન્સર બોલ નાખી એન્ડરસનને હેરાન કર્યો; સ્ટમ્પ્સ પછી બંને દિગ્ગજ બોલર્સ વચ્ચે વિવાદ સર્જાયો. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચે વિવાદ સર્જાયો હતો. તેવામાં ત્રીજા દિવસના સ્ટમ્પ્સ બાદ જેમ્સ એન્ડરસને જસપ્રીત બુમરાહને અપશબ્દો કહ્યા હતા, જેનો ચોથા દિવસે વિરાટે વળતો જવાબ આપ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આ વિવાદ પછી ગણતરીની ઓવરમાં વિરાટ કોહલી 20 રને સેમ કરનની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો.

4.  સિંગલ ચાર્જ પર 181સળ સુધી દોડશે, એપ અને સ્ક્રિનની મદદથી લોક થશે; વોઈસ કમાન્ડથી કોલ અટેન્ડ થશે, મ્યુઝિક પણ સાંભળી શકાશે

    ઓલા S1 ઈલેક્ટ્રિક સ્કૂટરના બેઝ વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ઓલા ઈલેક્ટ્રિકે પોતાનું પહેલું ઈ-સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરને S1 અને S1 પ્રો મોડેલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ સ્કૂટરનું બુકિંગ ઘણા સમય પહેલા ઓપન કર્યું હતું. જેમાં તમે માત્ર ઈલેક્ટ્રિક સ્કૂટરને 499 રૂપિયા આપીને બુક કરી શકતા હતા. કંપનીને 24 કલાકની અંદર એક લાખથી વધારે બુકિંગ મેળવવામાં સફળતા મળી હતી. 10 કલર ઓપ્શનમાં મળશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર. સ્કૂટરનું વેચાણ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમજ ડિલિવરી ઓક્ટોબરમાં શરૂ થઈ જશે. તેને કંપનીની વેબસાઈટથી બુક કરી શકાશે.

5. 1984માં ભાલાફેંકમાં ભારતને અપાવ્યો હતો ગોલ્ડ મેડલ, ધૌલપુરમાં પાડોશીએ જમીન-ખેતર પચાવી પાડ્યા

   પાન સિંહ બનવાની ઇચ્છા હતી, પરિવારને કારણે પગ પાછા ખેંચ્યા. તાજેતરમાં જ નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપરા પર ધનવર્ષા થવા લાગી છે. તેવામાં નીરજની પહેલા 1984માં પણ આર્મીના એક સૂબેદાર મેજરે ભાલા ફેંકમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

6. પ્રવાસી ધસારો વધતાં ટુરિઝમ અને હોસ્પિટાલિટીમાં વેગ જોવા મળ્યો

   દેશના મોટાભાગના હિસ્સામાં કોવિડ-19ની બીજી લહેરની અસર ધીમી પડી છે. તેમજ વેક્સિનેશનમાં તેજી આવતા ટુર એન્ડ ટ્રાવેલ્સ, હોટલ એન્ડ હોસ્પિટાલિટી સેગમેન્ટની ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. ફ્લાઈટ્સ અને મુસાફરોની સંખ્યામાં પણ માસિક ધોરણે 47 ટકા વધારો થયો છે. દેશના લગભગ દરેક શહેરમાં હોટલ ઓક્યુપન્સીમાં વૃદ્ધિ નોંધાઈ છે.

7.  યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ અલગ-અલગ 347 જગ્યા પર ભરતી જાહેર કરી, 3 સપ્ટેમ્બર સુધી ગ્રેજ્યુએટ

અરજી કરનારા ઉમેદવારની ઉંમર 20થી 40 વર્ષ હોવી જોઈએ. કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટને આધારે કરવામાં આવશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI)એ સીનિયર મેનેજર, મેનેજર અને અસિસ્ટન્ટ મેનેજર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ રિકૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 347 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 12 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 3 સપ્ટેમ્બર સુધી આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.

8.  સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 1551 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

     બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંદિર દ્વારા 1551 ફૂટનો તિરંગો બનાવવામા આવ્યો હતો. જેને આજે માન સન્માન સાથે મંદિર પરિસરમાં લાવવામા આવ્યો હતો.

Read About Weather here

9. રાજ્યના 33 જિલ્લા અને 4 કોર્પોરેશનમાં આજે શૂન્ય કેસ, વડોદરા શહેરમાં સૌથી વધુ 8 મળી રાજ્યમાં કુલ 16 નવા કેસ

   કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. રાજ્યમાં 24 કલાકમાં ફરી 20થી ઓછા 16 નવા કેસ નોંધાયા છે, જ્યારે 18 દર્દી સાજા થયા છે. તેમજ એક પણ મૃત્યુ નોંધાયું નથી. અગાઉ 3, 4, 7 અને 9 ઓગસ્ટે 20થી ઓછા કેસ નોંધાયા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં જ નવા કેસ સામે આવ્યા છે. 4 કોર્પોરેશન અને 33 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.

10. ભારતીય કોસ્ટગાર્ડના જવાનો દ્વારા કચ્છના કિદરત બેટ પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 75 સ્વતંત્રતા દિવસ પર દેશના 100 ટાપુ પર તિરંગો લહેરાવવામાં આવ્યો. દેશ આજે 75 સ્વતંત્રતા દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભારતીય કોસ્ટગાર્ડે 75માં સ્વાતંત્ર્ય દિન નિમિતે દેશના 100 ટાપુઓ પર તિરંગો લહેરાવી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here