આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. 20 મિનિટમાં વાડજ અને ઉસ્માનપુરામાં એક ઇંચ વરસાદ ખાબક્યો, અસારવા અને ગીરધરનગરમાં રોડ પર પાણી ભરાયા

2. કોરોનાકાળમાં રાજ્ય સરકારે ગણપતિની મૂર્તિની સાઈઝ પર લાદેલા નિયંત્રણ હટતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેથી ચાલુ વર્ષે અમદાવાદમાં સાર્વજનિક પંડાલમાં 350 થી 400 જેટલા ગણેશોત્સવનું આયોજન થવાનું છે. જ્યારે ઘર તેમજ સોસાયટીમાં મળીને અંદાજે 1 લાખ ગણપતિની મૂર્તિના સ્થાપનનો અંદાજ છે.

૩. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે દિવસ દરમિયાન મેઘરાજાએ ખમૈયા કરતા સાંજ સુધીમાં ત્રણ તાલુકામાં અડધાથી પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. કાલાવડ અને લાલપુરમાં સમયાંતરે ઝાપટા સ્વરૂપે પોણો ઇંચથી વધુ વરસાદ પડયો હતો .જામનગરમાં મોડીસાંજ સુધી સમયાંતરે વરસેલા વરસાદે પોણો ઇંચ પાણી વરસ્યુ હતુ.

4. રાજસ્થાનના બિકાનેરમાં પત્નીએ પતિને એટલી ક્રુરતાથી માર માર્યો કે તેના માથામાં 17 ટાંકા આવ્યા. ક્રિકેટ બેટથી પત્નીએ પતિના માથા અને ખભા પર મારતી રહી. મહિલાનો આરોપ છે કે પતિ શરાબ પીવે છે અને તેની સાથે રોજ મારપીટ કરે છે. આ વાતે ગુસ્સે થઈને પતિને ફટકાર્યો છે. આ મામલે બંનેએ એકબીજા વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે.

Read Saurashtra Kranti E-Paper here

5. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના લાડલા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લિનચિટ મળ્યા બાદ સ્પેશિયલ NDPS કોર્ટમાં પાસપોર્ટ પરત કરવાની અને જામીનના બોન્ડ રદ્દ કરવાની અરજી કરી હતી. આર્યનની આ અરજી બાદ કોર્ટે નાર્કોટિકલ કંટ્રોલ બ્યૂરો (NCB) પાસેથી જવાબ માંગ્યો હતો. સુનાવણી દરમિયાન NCBએ પાસપોર્ટ પરત કરવાને લઈને કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો.

6. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ડાયરેક્ટર અયાન મુખર્જીએ બુધવારે સોશિયલ મીડિયા પર ‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ -1 ‘શિવા’નો એક વીડિયો શેર કર્યો છે. થોડા દિવસ પહેલાં ટ્રેલરપણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની રિલીઝ પહેલા દિગ્દર્શક અયાન મુખર્જીએ પોતે જ ફિલ્મની વાર્તાને રિલિવ કરી છે. જો કે અયાન મુખર્જીએ આખી વાત કહી નથી.

7. નિસાને 2020 પછી મેગ્નાઈટનું નવું રેડ કલર એડિશન લોન્ચ કર્યું છે. જૂનાં મેગ્નાઈટ XV ટ્રીમ મોડલની સરખામણીમાં આ મૉડલમાં કેટલીક આધુનિક સુવિધાઓ છે. નિસાનનાં મેગ્નાઈટ રેડની શરૂઆતી કિંમત 7 લાખ 86 હજાર રૂપિયા છે. આ તેની એક્સ-શોરૂમ કિંમત છે.

Read About Weather here

8. લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તાલુકાનું વિઠ્ઠલગઢ ગામ આવેલું છે. ત્યાંની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણમાં 480 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. તે પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ અંદાજે એકાદ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીએ લોકાર્પણ તો કરી નાંખ્યું પરંતુ શાળાએ જવાના રસ્તાનું શું? આ એક જ સવાલ શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ઉદભવી રહ્યો છે.

9. વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બનનારો સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ કોરોના વેક્સિન નહીં જ લેવાની પોતાની જિદ્દ છોડવા તૈયાર નથી. ફાઈનલ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને હરાવીને સાતમીવાર વિમ્બલ્ડન ચેમ્પિયન બનનારા જોકોવિચે કહ્યું કે તે કોરોના વેક્સિન નહીં જ લ્યે. આવતાં મહિને અમેરિકામાં વર્ષનું ચોથું ગ્રાન્ડ સ્લેમ રમાવાનું છે.

10. કેરળના 81 વર્ષના પૂર્વ ધારાસભ્ય એમ.જે.જૈકબે વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બબ્બે મેડલ જીતીને સૌને વિચારતાં કરી દીધા છે. જૈકબે ફિનલેન્ડમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ભારત માટે 80 મીટર અને 200 મીટર હર્ડલ દોડમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એથ્લીટ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં 35 વર્ષથી વધુની વયના એથ્લીટ ભાગ લઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here