આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. લીંબુની આવક રોજના 125 ટનથી ઘટીને 15 ટન થઈ અને મોટો જથ્થો સોફ્ટ ડ્રિન્ક કંપનીઓમાં જતાં ભાવ 1 માસમાં 10 ગણા વધ્યા

રાજ્યમાં દર વર્ષે અંદાજે 625 ટન લીંબુનું ઉત્પાદન થાય છે પણ ગત વર્ષે વાવાઝોડાને લીધે 40 ટકા ઝાડ ધરાશાયી થતાં પાક ઓછો ઉતર્યો

2. ઇંધણ મોંઘા થતાં અઠવાડિયામાં BRTS-AMTSમાં 30% પેસેન્જર વધ્યા

BRTS-AMTSમાં મળી 1.40 લાખ પેસેન્જરનો વધારો

3. રશિયાના હુમલામાં મારિયુપોલમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા, પૂર્વ યુક્રેનમાં ફરીથી યુદ્ધ થઈ શકે છે

શાંતિ મંત્રણા માટે રશિયા યુક્રેન પરના હુમલા અટકાવશે નહીં, EUએ રશિયાની 20 એરલાઇન્સને બ્લેકલિસ્ટ કરી

4. એપલના આઈફોન 13નું લેટેસ્ટ એપલ મોડલ ભારતમાં બનશે, પ્રોડક્શન શરૂ

5. રાહુલ તેવટિયાની ઓવરના પ્રથમ બોલ પર ઘુંટણ પર બેસીને રાહુલ ત્રિપાઠીએ કવર ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો. આ શોટ ફટકર્યા બાદ તે મેદાન પર ઢળી પડ્યો હતો અને દર્દથી કણસવા લાગ્યો હતો. ત્રિપાઠીને શોટ લગાવ્યા બાદ પગમાં ક્રેમ્પ પડી ગયા હતા.

6.આધુનિક સમયમાં 100 વર્ષ પહેલાની હીરોઈનની જેમ રહે છે આ સુંદર યુવતી, બીજા વિશ્વયુદ્ધના ડ્રેસ માટે 8 લાખ રૂપિયા ખર્ચ્યા

દંપતીએ એક જૂનું ઘર પણ ખરીદ્યું છે, જે 1910માં બનેલું હતું.

 7.રશિયાએ રાસાયણિક શસ્ત્રો વરસાવ્‍યા : 10,000 ના મોત

રશિયા – યુક્રેન યુધ્‍ધનો આજે ૪૭મો દિવસ : રૂસે મારિયુપોલમાં આકાશમાંથી ઝેર વરસાવ્‍યાનો યુક્રેનનો સનસનીખેજ દાવો : મારિયુપોલમાં સૌથી મોટો સંહાર : મેયરનો દાવો : 10,000થી વધુ નાગરિકો મર્યા : પૂર્વી ભાગમાં નવેસરથી યુધ્‍ધના એંધાણ

8. અમેરિકાના ન્યુયોર્કમાં જોરદાર ધડાકા સાથે આગને કારણે ભાગાભાગી : પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલા ટાઇમ્સ સ્ક્વેરના મેનહોલમાં અચાનક આગ ફાટી નીકળી : સેંકડો લોકો રસ્તા પરથી ભાગી જતા જોવા મળ્યા : ન્યુયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ તાત્કાલિક કાર્યરત : હજુ સુધી કોઈ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી

9. કચ્‍છમાં ચરસના વધુ ૪ પેકેટ ઝડપાયા : દરિયામાંથી ઝડપાયેલ પેકેટની સંખ્‍યા ૧૪૩૮

પાર્ટીઓમાંથી અમુક ગ્રામ ચરસ કે વીડ ઝડપી સનસનાટી મચાવતા નાર્કોટિકસ બ્‍યુરો જેવી એજન્‍સીની ૧૪૩૮ પેકેટના પ્રકરણની સઘન તપાસ જરૂરી

10.કચ્‍છ જિલ્લામાં આજથી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી કેમ્‍પ યોજાશે : દસેય તાલુકા પંચાયત કચેરીમાં આયોજન