આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. રાજ્યમાં દુષ્કાળનાં ડાકલાં:ગુજરાતમાં 65% ઓછો વરસાદ, 98 ડેમમાં માત્ર 25% પાણી, નર્મદા ડેમ 20 મીટર ખાલી, ત્રણ જ ડેમ છલોછલ

કોરોનાકાળની થપાટ બાદ હવે ગુજરાતના માથે જળસંકટની આફતના ભણકારા. રાજ્યના 112 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ, 22 તાલુકામાં 5 ઇંચ. પાણી માટે 17 હજાર કરોડની 9 મોટી યોજના છતાં અછતનો ઓથાર. ઉત્તર ગુજરાત વધારે અસરગ્રસ્ત, માત્ર 32% વરસાદ, સૌથી વધુ દક્ષિણમાં , જળાશયોમાં કુલ 24% જ પાણી

2. 29 વર્ષીય આશીષે લોકડાઉનમાં જમ્મુની લોકલ પ્રોડક્ટની દેશભરમાં હોમ ડિલિવરી શરૂ કરી, પ્રથમ વર્ષે જ 40 લાખ રૂ.નો બિઝનેસ

   જમ્મુ-કાશ્મીર પોતાના ખાનપાન અને પહેરવેશ માટે ઓળખાય છે. ખાસ કરીને ત્યાંના ડ્રાય ફ્રૂટ્સની ડિમાંડ દેશભરમાં હોય છે. જ્યારે પણ આપણા કોઈ પરિચિત જમ્મુ જાય છે કે ત્યાંથી આવે છે તો આપણે તેમની પાસેથી અખરોટ અને બદામની ડિમાંડ કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

3. પંજશીરના લડાકુઓથી ડર્યુ પાકિસ્તાન, વિદેશ મંત્રીને અફઘાનિસ્તાનના પાડોશી દેશો પાસે મળવા મોકલ્યા; તાજિકિસ્તાન બોલ્યું- તાલિબાનની સરકાર મંજૂર નહી

  અત્યારસુધી 626 લોકોને અફઘાનિસ્તાનથી ભારત લવાયા. અફઘાનિસ્તાનથી ભારત આવેલા 78 લોકોમાંથી 16 કોરોના પોઝિટિવ

4. મે મહિના પછી પહેલીવાર કેરળમાં 24 કલાકમાં 31 હજારથી વધુ સંક્રમિતો નોંધાયા, 215 દર્દીના મોત; પોઝિટિવિટી રેટ 19% થયો

  કેરળમાં બુધવારે કોરોના સંક્રમણના ભયજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31,445 કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. સંક્રમણને કારણે 215 દર્દીઓના મોત થયા છે. જે પછી હાલ રાજ્યમાં 1.7 લાખ એક્ટિવ કેસો છે.

5. ચોમાસામાં ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશનું જોખમ:ભારતમાં સાપ કરડવાથી થતાં મૃત્યુનો આંકડો આઘાતજનક; દર વર્ષે 58,000 લોકો ગુમાવે છે જીવ

ભારતમાં 20 વર્ષમાં સર્પદંશને લીધે 12 લાખથી વધારે લોકોના મોત. ભારતમાં સાપની 300 જેટલી પ્રજાતિ, જે પૈકી ફક્ત 25 સાપ ઝેરી છે. ચાર પ્રકારના સાપ-કોબ્રા, કેરેટ, રસેલ વાઈપર અને સો સ્કેલ્ડ વાઈપર સૌથી વધારે ઝેરી

6. રન મશીન કોહલીનું કંગાળ પ્રદર્શન:એક-એક રન માટે તરસી રહ્યો છે ‘વિરાટ’ બેટ્સમેન, 2019 પછી એક પણ સદી નોંધાવી નથી; ઇંગ્લેન્ડના ફેન્સે પણ મજાક ઉડાવી

  2019 પછી કોહલી એકપણ સદી ફટકારી શક્યો નથી, હેડિંગ્લે ટેસ્ટમાં કોહલી 7 રનમાં પેવેલિયન ભેગો

7. ‘જયકાંત શિકરે’ ફરી પરણ્યો: 56 વર્ષીય પ્રકાશ રાજે બીજીવાર લગ્ન કર્યા, પત્નીને કિસ કરતી                 

   2010માં પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ રાજે પત્ની પોની વર્મા સાથે 11મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. બાળકોની હાજરીમાં પ્રકાશ રાજે પોની વર્મા સાથે બીજીવાર લગ્ન કર્યા

8. બિગ બોસ OTT:ઘરમાં રાકેશ બાપટે શમિતા શેટ્ટીને કિસ કરી, બંને વચ્ચેનું કનેક્શન ગાઢ થઈ રહ્યું છે

   શોના ગ્રાન્ડ પ્રીમિયર પર કરન જોહરે રાકેશ બાપટ તથા શમિતા શેટ્ટી વચ્ચે કનેક્શન હોવાની વાત કહી હતી.

Read About Weather here

9. ગુજરાતના ખાનગી સ્કૂલ-સંચાલકો બાળકોને શાળામાં જ વેક્સિન આપવા તૈયાર, અમુક સ્કૂલ રસીકરણનો ખર્ચ ભોગવવા તૈયાર

  અમદાવાદ સહિત ગુજરાતના શાળા-સંચાલકો વેક્સિનેશન પ્રોગ્રામ માટે તૈયાર. 12 વર્ષથી મોટાં બાળકોના રસીકરણ માટે સરકારની મંજૂરીની જોવાતી રાહ

10. બેડ લક, સ્ટ્રોંગ કોન્ફિડન્સ:47 વર્ષીય મહિલાએ 30 વર્ષમાં 10 લાખનો ધુમાડો કરીને 1000 વખત ડ્રાઇવિંગ ક્લાસ કર્યા, છતાં ટેસ્ટ પાસ કરી શકી નથી

  ઇઝાબેલે પ્રથમ ડ્રાઈવિંગ ટેસ્ટ 17 વર્ષની ઉંમરે આપી હતી. ટ્રેનિંગ વખતે આત્મવિશ્વાસ હોવા છતાં ટેસ્ટ આપતી વખતે નર્વસ થઈ જાય છે અને ટેસ્ટમાં ફેલ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here