આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ઝાયડસે કોરોના વેક્સિન બનાવવા દોઢ વર્ષમાં રૂ. 500 કરોડ ખર્ચ્યા, રસીને મંજૂરી મળતાં એક જ દિવસમાં પંકજ પટેલની સંપત્તિ રૂ. 900 કરોડ વધી

   પંકજ પટેલ અત્યારે ભારતના અમીરોની યાદીમાં 22મા સ્થાને. કેડિલા હેલ્થકેરના સ્ટોકમાં સોમવારે 2.11%નો વધારો થયો.

2. સુવિધાઓ મોંઘી થવાની શક્યતા વધુ, ડેવલપમેન્ટની નહીવત્; 2024માં એરપોર્ટના ખાનગીકરણ માટે કવાયત, 246 કરોડની આવકની વકી

  કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા સુરત સહિતના એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી 2024 વડોદરા એરપોર્ટ ખાનગીકરણ થાય અને 246 કરોડ રૂપિયાની આવક થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ આ અંગે એરપોર્ટ ઓથોરિટી અને વડોદરા મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વડોદરા એરપોર્ટ ખાનગીકરણ માટે નિરાશાવાદી જણાઈ રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

3. અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ:તૈયારી માટે બે વર્ષથી ઘરે ગઈ નથી, હવે મેડલ સાથે માતાને મળીશ: શૈલી

શૈલીએ અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો છે. ભારતીય લોન્ગ જમ્પર શૈલી સિંહે અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે.

4. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના લોંચ:એરપોર્ટ અને હાઈ-વે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ મેળવશે સરકાર, નાણાંમંત્રીએ જાહેર કર્યો રોડમેપ

  આ યોજનાથી સરકારને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં અને રાજકોષિય ખાધ અંકૂશમાં રાખવામાં મદદ મળશે.

5. મહામારી બાદ વધતી મોંઘવારી… દુનિયાભરમાં લોકો બચત માટે ખાણી-પીણીની વસ્તુઓમાં કાપ મૂકી રહ્યા છે

  યુએનનો રિપોર્ટ : ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં મોંઘવારી વધી. દુનિયાભરમાં વધતી મોંઘવારીએ લોકોનાં રસોડાનો સ્વાદ બગાડ્યો છે. લોકો બચત માટે રસોઈ તથા ખાણી-પીણીની વસ્તુઓમાં કાપ મૂકવા લાગ્યા છે. લોકોનું માનવું છે કે આગામી દિવસોમાં વધતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન મુશ્કેલ થશે.

6. નવી મુશ્કેલી : બ્રિટનમાં કોરોના મહામારીમાં ઓનલાઈન દાવ લગાવનારા 12% વધ્યા, 55 હજાર કરોડ રૂ.નો સટ્ટો

દેશના સવા કરોડ લોકો ઓનલાઈન સટ્ટાબાજીમાં સંડોવાયેલા છે. બેટિંગ ફર્મ માલામાલ, નફો 75% સુધી વધ્યો

કોરોના મહામારીને લીધે લોકો ઘરે રહેવા મજબૂર થયા. આ કારણે સ્માર્ટફોન સહિત અન્ય ગેઝેટ પર પસાર કરનારા સમયમાં વધારો થયો. જોકે તેનાથી બ્રિટનમાં ઓનલાઇન બેટિંગની કુટેવ વધી ગઈ. બ્રિટિશ નિયામક અનુસાર મહામારી આવ્યા બાદ ઓનલાઈન દાવ લગાવનારાઓની સંખ્યા 12% વધી ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

7. રક્ષાબંધનના દિવસે જ દીકરો એડમિટ થતાં અમિતાભ ખબર કાઢવા હોસ્પિટલ ગયા, બહેન શ્વેતા ચિંતાગ્રસ્ત

  અભિષેક બચ્ચન હાલમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. કહેવાય છે કે તેને ગંભીર ઈજા થઈ છે. તેને હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રવિવાર, 22 ઓગસ્ટની રાત્રે અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા સાથે હોસ્પિટલ ખબર કાઢવા ગયા હતા. અમિતાભ તથા શ્વેતાની હોસ્પિટલ બહારની અનેક તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

8. ચંપાવતમાં પહાડનો એક મોટો ભાગ તૂટી પડ્યો, ભેખડ પડવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, બે દિવસ માટે ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

  ગત શુક્રવારે ઉત્તરાખંડમાં 14 મુસાફરને લઈ નૈનીતાલ જતી એક બસનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉત્તરાખંડના ચંપાવતમાં સ્વાલા નજીક સોમવારે ભૂસ્ખલન બાદ ટનકપુર-ચંપાવત રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો. ચંપાવતના DM વિનીત તોમરે જણાવ્યું હતું કે માર્ગ પર આવી પડેલી ભેખડને સાફ કરવામાં ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગશે.

9. ચીનમાં 3 બાળકો પેદા કરનારાઓને મળશે એક-અનેક પ્રકારની છૂટ, દુનિયાની સૌથી વધુ વસતીવાળા દેશને એવું કેમ કરવું પડ્યું?

  ચીનની કમ્યુનિસ્ટ સરકારે ચાઈલ્ડ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. ચીને હવે થ્રી-ચાઈલ્ડ પોલિસીને મંજૂરી આપી દીધી છે. એટલે કે ચીનના લોકો હવે ત્રણ બાળકો પેદા કરી શકે છે. સરકારે કહ્યું છે કે તેઓ ત્રણ બાળકો પેદા કરનારાઓને ખાસ આર્થિક પ્રોત્સાહન પણ આપશે.

Read About Weather here

10. ફ્રેન્ચ લીગ: નીસ અને માર્સેલની મેચની 75મી મિનિટે મેદાન પર ખેલાડીઓ અને ફેન્સ વચ્ચે ઝઘડો, માર્સેલે રમવાની ના પાડી

ફેન્સ દ્વારા કોર્નર લઈ રહેલા માર્સેલના દિમિત્રી પાયેત પર બોટલ ફેંકાયા પછી વિવાદ શરૂ થયો. ફ્રાન્સની ફૂટબોલ લીગમાં નીસ અને માર્સેલની મેચ ખેલાડીઓ અને ફેન્સ વચ્ચેના ઝઘડાને કારણે સસ્પેન્ડ કરવી પડી. નીસના ઘરેલુ મેદાન પર 75મી મિનિટમાં માર્સેલને કોર્નર મળ્યો હતો. કોર્નર લેવાની તૈયારી કરી રહેલા દિમિત્રી પાયેત પર સ્ટેન્ડમાંથી ફેન્સે બોટલ ફેંકી. પાયેતે બોટલને ફરી ફેન સામે ફેંકી. ત્યાર પછી ફેન્સનું એક ગ્રુપ મેદાનમાં આવી ગયું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here