આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. એક વર્ષમાં સ્ટોક્સ 185-945% વધવા છતાં ગૌતમ અદાણીની 6 લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ મુકેશ અંબાણીની રિલાયન્સ કરતાં અડધું

  છેલ્લાં 3 વર્ષમાં રિલાયન્સનું માર્કેટ કેપ 59.37% વધ્યું, જ્યારે અદાણીનું 352.22% વધ્યું

2. જેની કિંમત બાર્સેલોનાએ ન કરી એવા મેસ્સીનાં આંસુની કિંમત રૂ. 7 કરોડ!; ફેરવેલમાં તેણે વાપરેલું ટિશ્યૂ પેપર એક વ્યક્તિએ વેચવા કાઢ્યું

  આ ટિશ્યૂ પેપરમાં મેસ્સીના જેનેટિક્સ પણ સામેલ, જે લોકોને એનો ક્લોન બનાવવામાં સહાયક થશે- દાવો. મેસ્સીનો ટિશ્યૂ સાથે જૂનો સંબંધ, પહેલો કોન્ટ્રેક્ટ પણ ટિશ્યૂ પર સાઇન કર્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

3. કાપડની 165 માર્કેટ, 65 હજાર વેપારી, 4 લાખ કારીગરો છે તે હું માનતી નથી, પહેલા નોંધણી કરાવો પછી માંગણી કરો: દર્શના જરદોશ

  કાપડ વેપારીઓની માંગણીઓ સાંભળતા જ દર્શના જરદોશે ટપાર્યાં… ફોસ્ટાએ યોજેલા સન્માન કાર્યક્રમમાં મંત્રીએ રોકડું પરખાવ્યું. ‘સન્માન સ્વીકાર્ય પણ તેના પર માંગણીઓનો ભાર ન આપો’

વેપારીઓએ કહ્યું, નસુરતને ગારમેન્ટ હબ બનાવોથ, મંત્રીએ કહ્યું, ’બાળક જીદ કરે તો રમકડાં અપાવી ન દેવાય, તમારી બધી માંગણીઓ પૂરી કરવી જરૂરી નથી.’

4. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ત્રાસથી બચવા માટે મહિલાઓ પોતાના બાળકોનો જીવ પણ દાંવ પર લગાડી રહી છે. આ મહિલાઓ પરિવારની સાથે કોઈ પણ રીતે પોતાના દેશમાંથી બહાર નીકળવા માગે છે. હજારો લોકો કાબુલ એરપોર્ટમાં એકઠા થયા તો ત્યાં કાંટાળી તારથી ફેન્સિંગ કરવામાં આવ્યું કે જેથી લોકો એરક્રાફ્ટ્સની નજીક ન પહોંચે. એવામાં કેટલીક મહિલાઓ પોતાના નાના નાના બાળકોને ફેન્સિંગની બીજી તરફ ફેંકે છે. ત્યાં સુરક્ષામાં તહેનાત બ્રિટિશ સૈનિકોએ આ બાળકોના બચાવી લીધા હતા. આ દર્દનાક દ્રશ્યો જોઈને બ્રિટિશ સૈનિકોની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ હતી.

5. એક સમયે કાબુલ સહિત વિવિધ પ્રાંતમાં થયું હતું બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ, આજે અહીંયા તાલિબાનનો ખૌફ

  અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનથી પરત ફર્યું અને ફરી એકવાર ત્યાં તાલિબાન શાસન આવી ગયું છે. તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર પોતાનો કબજો લઈને સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે. તાલિબાન શાસનને કારણે ફરી એકવાર ત્યાં સિનેમા તથા શૂટિંગ પર બેન મૂકવામાં આવે તેમ માનવામાં આવે છે. જોકે, એક સમયે અહીંયા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ થતા હતા. આજે જે જગ્યાએ તાલિબાનનું રાજ છે, ત્યાં એક સમયે બોલિવૂડ ફિલ્મના શૂટિંગની ઝાકમઝોળ જોવા મળતી હતી.

6. આજકાલના બાળકો દરરોજ 8થી 10 કલાક ગેજેટ્સ પર પસાર કરતાં હોવાથી બ્રેન સેલ્સ ડેમેજ થઈ રહ્યા છે, સાથે જ તેમનો બિહેવિયર હિંસક બનવા લાગ્યો

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, દિવસમાં 2 કલાકથી વધારે ગેજેટ્સનો ઉપયોગ બાળકનો બિહેવિયર બદલી શકે છે. વધારે પડતો ગેજેટ્સનો ઉપયોગ કરવાથી બાળકોમાં મેદસ્વિતા અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.

7. યે ચીઝ બડી હૈ મસ્ત: ચોકલેટ અને ચીઝ યોગ્ય માત્રામાં લેવાથી હૃદય સ્વસ્થ રહે છે, જાણો તેની કેટલી માત્રા લેવાથી ફાયદો થાય છે

ઈટાલીની નેપલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો. સંશોધકોના જણાવ્યા પ્રમાણે દરરોજ 200 ગ્રામ ડેરી પ્રોડક્ટ્સ લેવાથી હૃદય સ્વસ્થ રહે છે. જો તમે ચોકલેટ લવર છો તો તમારાં માટે એક સારા સમાચાર છે. હૃદય સ્વસ્થ રાખવા માટે ચોકલેટ, ચીઝ અને યોગર્ટ સહિતની યોગ્ય માત્રા લેવાથી હૃદય સ્વસ્થ રહે છે. આ દાવો ઈટાલીના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે.

8. લક્ઝરી વેડિંગ ફોટોગ્રાફર રોનિકા કંધારી, રિયાધના શાહી પરિવાર માટે ફોટોગ્રાફી કરનારી દેશની પ્રથમ મહિલા બની

બોલિવૂડ કપલ રિતેશ અને જેનેલિયા દેશમુખના લગ્નમાં ફોટોગ્રાફી રોનિકાએ કરી હતી

રોનિકાએ અત્યાર સુધી 15 બુક્સ લખી છે. ઈન્ડિયન ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ યોગદાન આપનારી રોનિકાએ પુરુષ પ્રધાન કહેવાતા ફોટોગ્રાફી સેગમેન્ટમાં અલગ જ ઓળખ બનાવી છે. તેના કામમાં મૂડનું ફ્યુઝન અને કેન્ડિડ ફોટોગ્રાફીની ઝલક મળે છે.

Read About Weather here

9. અમદાવાદમાં કોરોનાની રસી લેવામાં પુરુષો આગળ : 56.91 ટકા પુરુષોની સરખામણીએ 43 ટકા મહિલાએ રસી લીધી

રસી લેનારા કુલ 43.81 લાખ લોકોમાંથી 33.16 લાખે પ્રથમ જ્યારે 10.65 લાખ લોકોએ બંને ડોઝ મુકાવ્યા છે. 24.93 લાખ પુરુષે, 18.87 લાખ મહિલાએ રસી લીધી

10. કોરોના પછી નિકાસ માટે 900 લાઇસન્સ ઈસ્યૂ, સિરામિકનો 1 હજાર અને બ્રાસપાર્ટનો 100 કરોડથી વધુ વિદેશ વ્યાપાર

    પ્લાન્ટેડ મશીન આધારિત ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં સંખ્યા સૌથી વધુ.સૌરાષ્ટ્રમાં દરેક પ્રકારના ઉદ્યોગો આવેલા છે. અહીં સોયથી લઇને રેલવે અને એરફોર્સના સાધનો બનાવતા એકમો આવેલા છે. આ સાધનોની નિકાસ ભારત સહિત વિશ્વના અન્ય શહેરોમાં થાય છે. જેમાં સિરામિક પ્રોડક્ટમાં વાર્ષિક વિદેશ વ્યાપાર રૂ.1 હજાર કરોડ, બ્રાસપાર્ટમાં રૂ.100 કરોડ, સી ફૂડમાં રૂ.1 હજાર કરોડ, એન્જિનિયરિંગમાં રૂ.100 કરોડ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here