આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.  ‘આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ છે.

આ દિવસ એવા લોકોને સમર્પિત હોય છે, જેમણે ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી દીધી છે. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો ન હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટો પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટૂડિયોમાં જતા હતા. પરંતુ આજના સમયમાં લગભગ બધા જ લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઇલ હોય છે જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે તેને પોતાની પાસે હંમેશા માટે સાચવીને રાખી શકે છે.

2. એક કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન વોક-વે તૈયાર, કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

  શુક્રવારે સવારે 11 વાગે સોમનાથમાં કુલ 4 પ્રોજેક્ટનું પીએમ મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટુરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

3. કાબુલથી ભાગીને UAE પહોંચ્યા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ; યજમાન દેશે કહ્યું- માનવીય આધારે સ્વાગત કર્યું

  15 ઓગસ્ટે કાબુલ પર તાલિબાની કબ્જા પછી અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા તેઓ ક્યાં ગયા છે? આ વાતનું હવે સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. બુધવારે સાંજે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ એક નિવેદન જાહેર કર્યું છે.

4. ઓલા ખરીદાય કે સિમ્પલ એનર્જી વન? બંને સ્કૂટર્સની ડિઝાઇન, કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જાણી લો અને પછી નક્કી કરો

 દેશમાં હવે ઇલેક્ટ્રિક સ્કૂટરનો જમાનો આવ્યો છે. છેલ્લાં ઘણા સમયથી ઇન્ડિયન માર્કેટમાં અનેક ટૂ-વ્હીલર્સે એન્ટ્રી કરી છે. પરંતુ તાજેતરમાં લોન્ચ થયેલાં ઓલા અને સિમ્પલ એનર્જીના ઇ-સ્કૂટરે ચર્ચા જગાડી છે.

5. સિંગલ ડોઝ સ્પુટનિક લાઈટ વેક્સિન સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થશે; એક ડોઝની કિંમત હશે 750 રૂપિયા

  ભારતમાં કોવિડ-19 રસીકરણને ગતિ આપવા માટે સપ્ટેમ્બરમાં સિંગલ ડોઝ રશિયન વેક્સિન સ્પુટનિક લાઈટ ઉપલબ્ધ થવાની છે. સ્પુટનિક વી અને સ્પુટનિક લાઈટ બનાવનાર રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ની પાર્ટનર કંપની પૈનાસિયા બાયોટેકે સ્પુટનિક લાઈટ માટે ડ્રગ રેગ્યુલેટર ઓફ ઈન્ડિયા પાસેથી ઈમર્જન્સી અપ્રુવલ માગી છે.

6. અમદાવાદના હાથીજણ-DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા અરજી રદ, 1 લાખનો દંડ પણ ફટકાર્યો, 400 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

 વારંવાર નિયમોના ભંગ બદલ શાળાને નવેસરથી માન્યતા ન અપાઇ. અગાઉ પણ બે વાર જિલ્લા સ્તરે શાળાની માન્યતા રદ કરી હતી.

7. પેરાલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટીમ, પહેલીવાર મહિલા શૂટર રમશે

    ટોક્યો પેરાલિમ્પિક 2020માં માત્ર 5 દિવસ બાકી છે. 24 ઓગસ્ટથી થનાર ગેમ્સમાં ભારતના 54 પેરા-એથ્લેટિક્સ ભાગ લેશે. જેમાં 40 પુરુષ અને 14 મહિલા ખેલાડી છે. આ પેરાલિમ્પિકમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. રિયો ગેમ્સમાં ભારતના 19 ખેલાડીઓ હતા અને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 કાંસ્ય પદક જીત્યા હતા.

8. 21 દેશોનું સંયુક્ત નિવેદન-20 વર્ષથી મહિલાઓના અધિકારો સુરક્ષિત રહ્યા, નવી સરકાર પણ તેને આગળ જાળવવાની ખાતરી આપે

   નિવેદન આપનાર દેશોમાં અમેરિકા અને બ્રિટન ઉપરાંત અલ્બાનિયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચિલી, કોલંબિયા અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિશ્ર્વમાં સૌથી વધારે જો કોઈની ચિંતા થઈ રહી હોય તો તે મહિલાઓ અને છોકરીઓની છે.

Read About Weather here

9. બ્લડ ટેસ્ટથી જાણી શકાશે કોરોનાથી રિકવરી બાદ દર્દીઓને લોન્ગ કોવિડ થશે કે નહીં, કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોનું રિસર્ચ

કોરોનાથી સંક્રમિત બે તૃતીયાંશ દર્દીઓમાં કોઈના કોઈ સ્વરૂપે લોન્ગ કોવિડના લક્ષણ દેખાય છે. રિસર્ચ દરમિયાન સંશોધકોની ટીમને જાણવા મળ્યું કે સંક્રમણ બાદ બ્લડમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન મોલિક્યુલનું નિર્માણ થાય છે.

10. નવસારીની સાત વર્ષની બાળકીએ 1 મિનિટમાં 64 મોસ્ટ ફોરવર્ડ વોકઓવર કરી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

 4 એપ્રિલે કરાયેલા એટેમ્પટનું ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ક્ધફર્મેશન અપાયું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here