આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. D-Mart ના માલિક વિશ્વના 100 અમીરોમાં સામેલ થયા, ધો.12 પાસ  વ્યક્તિની નેટવર્થ 35 વર્ષમાં થઈ 1.42 લાખ કરોડ

   ઓછા ભાવમાં ગ્રોસરીનો સામાન ખરીદવો હોય તો આપણામાંથી મોટા ભાગના લોકોની પ્રથમ પસંદગી ડી-માર્ટ જ હોય છે. એની શરૂઆત વર્ષ 2002માં મુંબઈના પવઈ વિસ્તારમાંથી થઈ હતી. આજે સમગ્ર દેશમાં કંપનીના 238 સ્ટોર્સ છે.

2. દર મિનિટે 1 કરોડથી વધુ કમાય છે મુકેશ અંબાણી અને રિલાયન્સ, વિશ્વમાં 5મા નંબરે છે આ અમીર પરિવાર

  એક મિનિટનું આપણા જીવનમાં કોઈ ખાસ મહત્ત્વ નથી, પરંતુ 60 સેક્ધડનો આ સમય ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે ઘણો જ મહત્ત્વનો છે. એવું એટલા માટે, કેમ કે અંબાણી અને તેમની કંપની એક મિનિટમાં 1.1 કરોડ રૂપિયા કમાય છે.

Visit Saurashtra Kranti Homepage here

3. ટીના અંબાણીની ભત્રીજીના સીમંતમાં સોનમથી લઈ અર્જુન કપૂર સહિતના સેલેબ્સ સામેલ થયા

   અંતરાએ અનિલ કપૂરની બહેન રીનાના દીકરા મોહિત સાથે 2018માં લગ્ન કર્યા હતા. રિયા કપૂરે 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા. હવે કપૂર પરિવારમાં બીજો રૂડો પ્રસંગ આવ્યો છે. હવે અનિલ કપૂરની બહેન રીના કપૂરની વહુ અંતરા મારવાહનું સીમંત ભરવામાં આવ્યું છે. અંતરા મારવાહ જાણીતી પૂર્વ એક્ટ્રેસ ટીના અંબાણીની બહેનની દીકરી છે.

4. વિશ્વમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ વધ્યા, ભારતમાં નજીવો ઘટાડો

  નાઈટ ફ્રેન્ક પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં 8.2%નો વધારો. પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ કંપની નાઈટ ફ્રેન્કના પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ Q2-2021 અનુસાર, વિશ્ર્વના ટોચના 46 શહેરોમાં સરેરાશ 8.2 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. માર્ચ ત્રિમાસિકમાં આ ગ્રોથ 4.6 ટકા હતો. જો કે, ભારતના ટોચના શહેરોમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવો નજીવા ઘટ્યા છે.

5. આજે ખોડલધામમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ, પણ લેઉવા પટેલનો દીકરો કેન્દ્રીય મંત્રી બનીને આવે તો તેને આવકારવો જરૂરી, પાટીદારના ખંભે આરોગ્ય એ ગૌરવ: નરેશ પટેલ. કેન્દ્રમાં લેઉવા અને કડવા પાટીદારને સ્થાન મળતાં બિલકુલ સંતોષ

6. આજે ઈન્ડિયન ટીમે 15 વર્ષથી UAEમાં એકપણ T-20 મેચ રમી નથી; પાકિસ્તાન અહીં છેલ્લા 5 વર્ષથી અજેય

   17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. આ ટૂર્નામેન્ટની હાઈવોલ્ટેજ એલ-ક્લાસિકો મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ઈન્ડિયાને ક્યારેય હરાવી શકી નથી. બંને ટીમ T-20 વર્લ્ડ કપમાં 5 વાર સામ-સામે આવી ચૂકી છે અને આ તમામ મેચમાં ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

7.  રાહુલ દ્રવિડે ગઈઅના હેડ ઓફ ક્રિકેટની પોસ્ટ માટે અરજી મોકલી, BCCI એ ડેડલાઇન વધારી

  T -20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ પૂરો થશે, તેમના કાર્યકાળમાં ઈન્ડિયન ટીમ એકપણ ICC ટાઇટલ નથી જીતી. ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ફરી એકવાર નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ઓફ ક્રિકેટની પોઝિશન માટે અપ્લાઇ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસો પહેલાં જ દ્રવિડનો કાર્યકાળ ગઈઅમાં સમાપ્ત થયો હતો. હવે રાહુલ દ્રવિડની ઈન્ડિયન ટીમના હેડ કોચ તરીકે સિલેક્શન થવાની અટકળો પર પણ વિરામ મુકાઈ જવાની સંભાવના છે.

8. બેન્કિંગ ફ્રોડથી બચવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી, SBI એ જણાવી   8 રીતો

બહુ કોમન પાસવર્ડ જેમ કે 12345678 કે abcdefgના વાપરો. પાસવર્ડમાં તમારું નામ અને જન્મતારીખ ના ઉમેરો. દેશમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને નેટબેકિંગ કે મોબાઈલ બેન્કિંગનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાની સલાહ આપી છે. SBIએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તમે તમારો પાસવર્ડ કેવી રીતે સ્ટ્રોંગ રાખી શકો છો? તેનાથી તમને ઓનલાઈન ફ્રોડથી બચવામાં મદદ મળશે.

9. અફઘાની વિદ્યાર્થીએ ગુજરાત યુનિ.પાસે મદદ માગી;કહ્યું,તાલિબાનો મારી નાખશે, પત્ની 2 દિવસથી રડી રહી છે, અમને ભારત બોલાવો

  હું તમારા તરફથી અમને મદદ મળે તેના જવાબની રાહ જોઈ રહ્યો છું: પૂર્વ ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી

અમે છેલ્લાં 20 વર્ષમાં જે મેળવ્યું હતું એ બધું ગુમાવી દીધું છે: વિદ્યાર્થી

Read About Weather here

10. હર્ષદ મહેતાના બોસ નિરંજન શાહની ડ્રગ કેસમાં દિલ્હીથી ધરપકડ કરાઈ

  હવાલા, છેતરપિંડી, ડ્રગની હેરાફેરી સહિત ગુનાખોરી જગતમાં દાયકાઓથી સક્રિય રહેલા અને બિગ બુલ સ્વ. હર્ષદ મહેતાના બોસ માનવામાં આવતા નિરંજન જયંતીલાલ શાહની (66) એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની જુહુ શાખાએ ડ્રગ કેસમાં ધરપકડ કરી છે.એટીએસે 17 માર્ચે સોહેલ યુસુફ મેમણની રૂ. 2.53 કરોડના 5.65 કિલો મેફેડ્રોન (એમડી કે પાર્ટી ડ્રગ તરીકે પણ ઓળખાય છે) સાથે ધરપકડ કરી હતી. તેણે ડ્રગ નિરંજન પાસેથી પ્રાપ્ત કર્યું હોવાનું જણાવ્યું હતું. તે સમયથી એટીએસ તેનું પગેરું મેળવવા પ્રયાસ કરતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here