આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.AMCની હેલ્થ કમિટીના મહિલા સભ્યનું રાજીનામું લઇ લેવાતાં વિવાદ, અધિકારીઓ પાસે માહિતી માંગતા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ

હેલ્થ કમિટીના સભ્ય પદેથી રાજીનામું લઈ લેવાતાં હું શહેર સંગઠન અને પ્રભારી સહિતના હોદ્દેદારોને રજૂઆત કરીશ

નવા બે કોર્પોરેટરને કમિટીમાં સમાવવાના હોવાથી રાજીનામાં લઈ લેવાયા : મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા

2. ડોક્ટરોએ પથરીની જગ્યાએ દર્દીની કિડની જ કાઢી નાખી, ગ્રાહક કોર્ટનો 11 લાખનું વળતર ચૂકવવા બાલાસિનોરની હોસ્પિટલને આદેશ

ખેડાના દર્દીને પથરીના ઓપરેશન માટે એડમિટ કરાયો હતો

ડોક્ટરે દર્દીની ડાબી કિડની કાઢી નાખ્યાના 4 મહિનામાં જ તેનું મોત થઈ ગયું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. રાજ્યમાં 22 ઓક્ટોબરથી સેવાસેતુ કાર્યક્રમનો 7મો તબક્કો, મા કાર્ડથી લઈ રેશન કાર્ડમાં સુધારા સહિતની 56 સેવા મળશે

શુક્ર અને શનિવારે સવારે-9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે

તમામ નગરપાલિકાઓમાં 2 થી 3 સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન

4. સેન્સેક્સ 50 અંક ઘટ્યો, નિફ્ટી 18418 પર બંધ; ITC, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

ટેક મહિન્દ્રા, લાર્સન, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, HDFC બેન્કના શેર વધ્યા

5. તાનાશાહ કિમ જોંગથી જાપાન થયું સતર્ક, પોતાનાં જહાજો માટે એલર્ટ જાહેર કર્યું

નોર્થ કોરિયાએ મંગળવારે તેમના પૂર્વી દરિયાઈ વિસ્તારથી બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. સાઉથ કોરિયાની મિલિટરીએ આ માહિતી આપી છે.

જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS)ના જણાવ્યા પ્રમાણે, મિસાઇલને દક્ષિણ હામગ્યોંગ રાજ્યના સિનપો આસપાસથી પૂર્વ તરફ લોન્ચ કરવામાં આવી છે.

6. UPમાં પ્રિયંકા ગાંધીની મોટી જાહેરાત, 40% ટિકિટ મહિલાઓને આપશે, 403 સીટમાંથી 161 પર મહિલાઓને ટિકિટ આપશે કોંગ્રેસ

પ્રિયંકાએ કહ્યું- કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે ખેડૂતોના હક માટે લડત લડશે

7. ગૌરી ખાને સ્ટાફને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, જ્યાં સુધી આર્યન ઘરે ના આવે ત્યાં સુધી મન્નતના રસોડામાં ગળી વસ્તુ નહીં બને

સ્ટાફે લંચમાં ખીર બનાવી હતી, આથી ગૌરીએ ઘરમાં ગળી વસ્તુ ન બનાવવાનું કહ્યું હતું

8. શર્લિનને બીજી FIR કરવી ભારે પડી, શિલ્પા-રાજ કુંદ્રાએ 50 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી

બે મહિના બાદ રાજને જામીન મળ્યા હતા

9. ગૂગલ પ્લે સ્ટોર પર એપ 100 કરોડથી વધારે વખત ટેલિગ્રામ એપ ડાઉનલોડ થઈ, લેટેસ્ટ મૂવીઝ ફ્રીમાં અવેલેબલ હોવાથી યુઝર્સની પસંદ બની

વ્હોટ્સએપની કડક પોલિસી અને ફેસબુક આઉટેજ ટેલિગ્રામને ફળ્યાં

Read About Weather here

10. રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરતો ‘વીવો Y3s’ ફોન લોન્ચ, દમદાર બેટરીથી 8 કલાકનો ગેમપ્લે મળશે

વીવો Y3s સ્માર્ટફોનને 9,490 રૂપિયામાં ખરીદી શકાય છે

ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here