આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.  નીરજ ચોપરાની તબિયત લથડી:ટોક્યોમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ભાલાફેંક એથ્લીટની 2 દિવસથી 103 ડીગ્રી તાવ, કોવિડ નેગેટિવ

  ડોકટરે આરામ કરવાની સલાહ આપી, તાવ ઊતરશે તો રાષ્ટ્રપતિ ભવન જશે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ જિતાડનાર ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરાને છેલ્લા 2 દિવસથી 103 ડીગ્રી ફેરનહિટ તાવ આવે છે. જોકે સારી બાબત એ છે કે એનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

2.  કોરોના પછી રાજકોટના ઉદ્યોગપતિ, ડોક્ટર, એન્જિનિયર્સની ભાડાના ચાર્ટર પ્લેનમાં મુસાફરી વધી, ખર્ચ રૂપિયા 3 થી 10 લાખ સુધી આવે છે

    કોરોના બાદ શ્રીમંતવર્ગમાં ડોમેસ્ટિક અને ટૂંકા અંતરની મુસાફરી માટે ચાર્ટર પ્લેન – એરક્રાફ્ટમાં મુસાફરી કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો. 90 દિવસમાં રાજકોટ એરપોર્ટ પરથી 80 નોન શિડયૂલ ફલાઈટની મૂવમેન્ટ થઈ, 148 મુસાફરો નોંધાયા

રાજકોટના લોકો ચાર્ટર પ્લેનમાં મુંબઈ, દિલ્હી, પંજાબ, અમૃતસર અને પૂના સૌથી વધુ જાય છે. કોરોનાની બીજી લહેર બાદ હવાઇ મુસાફરીમાં બદલાવ આવ્યો છે. બિઝનેસ ક્લાસમાં એડવાન્સ બુકિંગ થવા લાગ્યા છે. તો બીજી તરફ ઉદ્યોગપતિ, ડોક્ટર, એન્જિનિયરનું ચાર્ટર ફલાઇટમાં મુસાફરી કરવાનું પ્રમાણ વધ્યું છે. ચાર્ટર ફલાઇટમાં મુસાફરી કરવાનો મૂવમેન્ટદીઠ રૂ. 3 લાખથી 10 લાખ સુધીનો ખર્ચ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

3.  અમદાવાદમાં નોંધાયેલી 1.28 લાખ કાર, 20 હજારમાંથી 19 હજાર સરકારી બસ; 28 હજારથી વધુ ટ્રક સ્ક્રેપમાં જશે

  કેન્દ્રની નવી સ્ક્રેપ પોલિસી મુજબ 2.31 લાખ કોમર્શિયલ, 9 લાખથી વધુ ખાનગી વાહન ભંગારમાં મૂકવાં પડશે

નવી નીતિથી 96 ટકા સરકારી બસ, 97 ટકા પોલીસ વાહન, 99 ટકા ટ્રેલર સ્ક્રેપ કરવા પડશે

4.  CRPFએ પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યા પર ભરતી જાહેર કરી, પરીક્ષા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂને આધારે સિલેક્શન થશે

ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધારે ના હોવી જોઈએ: વોક-ઈન-ઇન્ટરવ્યૂનું આયોજન 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન થશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)એ દેશભરમાં સ્થિત હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 2439 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ જગ્યા માટે કેન્ડિડેટ્સની પરીક્ષા લેવામાં નહીં આવે. તેમની સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. વોક-ઈન-ઇન્ટરવ્યૂનું આયોજન 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 દરમિયાન કરવામાં આવશે.

5.  UPSCએ ડેપ્યુટી ડિરેક્ટરની 151 જગ્યા પર ભરતી જાહેર કરી, 2 સપ્ટેમ્બર સુધી ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

અરજી કરનારા ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)માં ડેપ્યુટી ડિરેક્ટરની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 2 સપ્ટેમ્બર રાતે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 151 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

6. જુલાઈમાં વેગનઆર સૌથી વધુ વેચાઈ, SUVમાં ક્રેટાની ડિમાન્ડ ટોપ પર, નવી કાર ખરીદી રહ્યા હો તો આ લિસ્ટ ચેક કરી લો

ભારતીય બજારમાં કઈ કારની સૌથી વધુ ડિમાન્ડ છે અને શા માટે? આ વાત ખબર પડી જાય તો નવી કાર ખરીદવી સરળ બને છે. અમે તમને જુલાઈમાં સૌથી વધુ વેચાતી ગાડીઓ વિશે જણાવી રહ્યા છીએ. એટલે કે, હેચબેક, SUV,  MPV જેવા વિવિધ સેગમેન્ટમાં કઈ કાર સૌથી વધુ વેચાઈ. તો ચાલો હેચબેકથી શરૂઆત કરીએ.

7. ઈન્ટરનેશનલ યોગ કોમ્પિટિશનમાં સુરતની યુવતીની પસંદગી,કહ્યું-યોગને ઓલિમ્પિકમાં સ્થાન મળે તે માટે PMને પત્ર લખીશ

દેશમાં ગોલ્ડ મેડલ મેળવનારી નીધિ હવે ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરશે. સુરતની દીકરી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામી છે. નેશનલ ચેમ્પિયનશિપ પંજાબના અમૃતસરમાં યુથ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. જેમાં વિજેતા થયા બાદ હવે આગામી દિવસોમાં નેપાળના પોખરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે જશે. 21 વર્ષિય નીધિનું કહેવું છે કે, પયોગને એક રમત તરીકે પસંદગી મળે અને ઓલિમ્પિક સુધી જાય એવી જ ઈચ્છા રાખું છું. જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવાની છું.

8. PM મોદીએ કહ્યું- ભાગલાનું દુ:ખ ક્યારેય ભૂલી નહીં શકાય, લાખો ભાઈઓ-બહેનોને બેઘર થવું પડ્યું હતું

PM  મોદીએ 14 ઓગસ્ટને પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે તરીકે મનાવવાની કરી જાહેરાત

   દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને પપાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડેથ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. શનિવારે એક ટ્વીટમાં મોદીએ કહ્યું હતું કે દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય એમ નથી. નફરત અને હિંસાને કારણે આપણાં લાખો બહેનો અને ભાઈઓ બેઘર થયાં હતાં અને જીવ પણ ગુમાવ્યા હતા. તે લોકોનાં સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને પાર્ટિશન હોરર્સ રિમેમ્બ્રન્સ ડે તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read About Weather here

9. વિજય માલ્યાનું 135 કરોડનું કિંગફિશર હાઉસ 52 કરોડમાં વેચાયું, હરાજી માટે 8 વાર થયા હતા પ્રયાસો

   અંતે ભાગેડુ વેપારી વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેચાઈ ગયું છે. એને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપર્સ સેટર્ન રિયલ્ટર્સે 52 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. કિંગફિશર હાઉસને ડેટ રિકવરી ટ્રેબ્યુનલે (DRT) વેચ્યું છે. વેચાણ ભાવ એની રિઝર્વ પ્રાઈસ 135 કરોડથી લગભગ એક તૃતીયાંશ છે.

10.  આજનો ઇંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટે 200 રનને પાર, બેયરસ્ટોની 22મી ફિફ્ટી, રૂટ સાથે 100+ રનની પાર્ટનરશિપ

     ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમા રમાઈ રહી છે. બીજા દિવસે ઈન્ડિયન ઈનિંગ 364 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 3 વિકેટના નુકસાને 190+ રન કર્યા છે. અત્યારે જો રૂટ અને જોની બેયરસ્ટો ક્રીઝ પર છે. પહેલી ઈનિંગના આધારે ઇંગ્લેન્ડ અત્યારે પણ ભારતથી 150+ રન પાછળ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here