આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. ડો.રાકેશ જોશી બન્યા અમદાવાદ સિવિલના નવા સુપરિટેન્ડન્ટ, કોરોનામાં નવી કિડની હોસ્પિટલમાં ઉત્તમ કામ કર્યુ હતું

 એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં વિવાદિત રહેલા સુપરિટેન્ડન્ટ જે.વી મોદીનું રાજીનામુ સ્વીકારી લેવાયું છે. હવે સિવિલ સુપરિટેન્ડન્ટનો ચાર્જ સિનિયર ચાઈલ્ડ સર્જન ડોકટર રાકેશ જોશીને સોંપવામાં આવ્યો છે.

2. ગુજરાત યુનિવર્સિટીના LLBના પરિણામથી વિદ્યાર્થીઓને અસંતોષ, આક્ષેપ સાથે કહ્યું- સાચું લખ્યું છતાં ઓછા માર્કસ આપ્યા

 જે વિદ્યાર્થીઓને અસંતોષ હોય તે રિ-ચેકિંગ માટે અરજી કરી શકે છે: લો વિભાગના ડીન

Visit Saurashtra Kranti Homepage here

3. રિયલમીએ તેનાં 2 TWS ઈયરબડ્સ લોન્ચ કર્યાં, 25 કલાકનું બેટરી બેકઅપ મળશે; લોન્ચિંગ ઓફર હેઠળ ₹500નાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાશે

‘રિયલમી ડિઝો ગો પોડ્સ’ અને ’રિયલમી ડિઝો ગો પોડ્સ નિયો’ માં એક્ટિવ નોઈઝ કેન્સલેશન મળે છે. બંને ઈયરબડ્સમાં લો લેટેન્સી મોડ સપોર્ટ મળશે.

4. સિદ્ધાર્થ શુક્લાના નિધનથી શહેનાઝ ગિલ ભાંગી પડી, એક્ટ્રેસને સમાચાર મળતા જ શૂટિંગ બંધ કર્યું

 બિગ બોસ સિઝન-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ અટેકથી નિધનથી થઈ ગયું છે. તેની ઉંમર 40 વર્ષ હતી. હાર્ટ અટેક બાદ તેને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રિપોર્ટ્સના અનુસાર, સિદ્ધાર્થના નિધનના સમાચાર સાંભળીને શહેનાઝ ગિલ આઘાતમાં સરી પડી છે. તે અત્યારે પણ આ વાતનો વિશ્વાસ નથી કરી શકતી.

5. ધો.6થી 8ના શિક્ષકોએ વેક્સિન ન લીધી હોય તો પ્રવેશ ન આપવો જોઇએ, સ્વાઈન ફ્લૂમાં અપાતી રસી બાળકોને કોરોનામાં રક્ષણ આપે છે

  એક ટીમ બનાવી શાળામાં સતત ચેકિંગ થવું જોઈએ, બીમાર બાળકોનો ડેટા હોવો જોઈએ.

6. 28 રન પર ઈન્ડિયન ટીમની બેક ટુ બેક વિકેટ પડી, રોબિન્સને રોહિત અને રાહુલને પેવેલિયન ભેગા કર્યા

એક દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. ઓવલમાં છેલ્લાં 50 વર્ષથી જીતી શક્યું નથી ઈન્ડિયા

7. સૌથી વધુ ઈન્ટરનેશનલ ગોલ કરનાર ફુટબોલર બન્યો, 109 ગોલ કરનાર ઈરાનના અલી દેઈને ઓવરટેક કર્યો

  આર્જેન્ટિનાનો લિયોનલ મેસ્સી આઠમા નંબરે છે અને રોનાલ્ડોથી 35 ગોલ પાછળ છે.

8. અદાણી ફરી એશિયાના બીજા અને વિશ્ર્વના 14માં સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યા, મુકેશ અંબાણી ટોપ પર

  મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના 12માં સૌથી ધનિક ઉદ્યોગપતિ

Read About Weather here

9. સેન્સેક્સ 514 અંક વધ્યો, નિફ્ટી 17234 પર બંધ; TCS, HULના શેર વધ્યા

  M&M, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

10. 19મી સદીમાં બનાવેલાં કેસલ જેવી રિનોવેટેડ પ્રોપર્ટી વેચાણ માટે મુકાઈ, કિંમત 175 કરોડ

   લંડનના બેલસાઈઝ વિલેજ સ્થિત હન્ટર લોજ નામની આ આકર્ષક પ્રોપર્ટી વેચાણ માટે મુકાઈ છે. 1810ના દાયકામાં ગોથિક રિવાઈવલ સ્ટાઈલમાં બનાવેલી આ પ્રોપર્ટી બહારથી કેસલ જેવી નજરે ચડે છે. ચાર માળની આ પ્રોપર્ટીમાં સાત રિસેપ્શન, સ્ટડી રૂમ, ગેસ્ટ રૂમ, છ બેડરૂમ, પ્રાઈવેટ સિનેમા અને શેમ્પેઈન લાઉન્જ છે. બેઝમેન્ટમાં જીમ, સ્પા અને સ્વિમિંગ પૂલ છે. એક ગેસ્ટ કોટેજ પણ છે. માલિકે તે વેચાણ માટે મૂકતાં પહેલાં રિનોવેટ કરી છે. જે પરિવારની જરૂરિયાતની તમામ મોર્ડન ફેસિલિટી આધારિત છે. જે ખરીદવા માટે રૂ. 175 કરોડ ચૂકવવા પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here