આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. શેરબજારમાં તેજી: સેન્સેકસ ફરી 56000ને વટાવી ગયો: નિફટી 16722ની નવી ઉંચાઈએ પહોંચ્યો

  શેરબજારમાં આજે તેજીનો દોર જારી રહ્યો હતો. પસંદગીના શેરોમાં ધુમ લેવાલીની સારી અસર હતી. અફઘાનીસ્તાનના ઘટનાક્રમને ડીસ્કાઉન્ટ કરાયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દાલ્કો, લાર્સન, ટીસીએસ, ટીસ્કો વગેરે ઉંચકાયા હતા.

2. હવે હાથ લગાવ્યા વગર જ ચલાવી શકાશે સ્માર્ટફોન

  હવે તમારા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની રીત બહુ જલદી બદલી જશે. એક રિપોર્ટ અનુસાર ગુગલ એક ખાસ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેની મદદથી તમે તમારી સ્માર્ટફોનને સ્પર્શ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકશો. આ માટે યુઝર્સે વોઈસ કમાન્ડ દેવાની પણ જરૂર પડશે નહિં ગુગલની આ નવી ટેકનોલોજી સાથે વપરાશકર્તાઓ ચહેરાના હાવભાવ દ્વારા ફોનના વિવિધ કાર્યોનું સંચાલન કરી શક્શે.

Visit Saurashtra Kranti Homepage here

3. રાજકોટમાં પહેલી ઉડાનમાં જ ખોટકાયું ઇન્ડિગોનું વિમાન, મુંબઈ જતી ફલાઇટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ, મુસાફરોએ દેકારો બોલાવ્યો

  ફલાઇટ ચૂકી જવાના પ્રસંગો પણ અનેક વખત બની ચુક્યા છે. 180 પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો

4. પવનદીપની યશકલગીમાં વધુ એક છોગુ

  ઈન્ડિયન આઈડલ વિનર પવનદીપ રાજન ઉતરાખંડ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

5. ડિસેમ્બર સુધીમાં સિનેમાના બિઝનેસની ગાડી પાટે ચડી જશે: નિષ્ણાંતોને આશા

  બેલબોટમને જે પ્રતિક્રિયા મળી છે તેના પરથી કહી શકાય કે દિવાળીમાં બીઝનેસમાં બૂમ થશે: જૌહર

6. સોનુ સુદ ‘આપ’ના દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

   કોરોના લોકડાઉન કાળમાં પ્રવાસી મજદૂર સહિતના લોકોની સેવા કરીને મશહુર બનેલા બોલીવુડના અભિનેતા હવે આમ આદમી પાર્ટીના દેશના મેન્ટોર કામકાજના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આજે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી.

7. દીકરાની ઈચ્છાને માન આપી વિલન પ્રકાશ રાજેએ બીજીવાર લગ્ન ર્ક્યા

  બોલીવુડમાં ક્યા2ેક અજબગજબ ઘટનાઓ બને છે. ફિલ્મ સિંઘમમાં જયકાંત શિક2ેના 2ોલ ક2ીને લોકપ્રિય બનના2 સાઉથના એકટ2 પ્રકાશ 2ાજેએ દીક2ાની મનોકામના પૂ2ી ક2વા પાની સાથે બીજી વા2 લગ્ન ર્ક્યા છે પ્રકાશ 2ાજે એ લગ્નની 11મી વર્ષ ગાંઠે ફ2ીથી પત્ની સાથે પ્રભુતામાં પગલા પાડયા હતા.

8. શાઓમી સ્માર્ટર લિવિંગ ઈવેન્ટ:તમારાં એન્ટરટેઈનમેન્ટથી લઈને હેલ્થનું ધ્યાન રાખશે શાઓમીની આ લેટેસ્ટ પ્રોડક્ટ્સ, જાણો તેની કિંમત અને ખાસિયતો

  શાઓમીએ સ્માર્ટર લિવિંગ ઈવેન્ટમાં એક પછી એક 6 પ્રોડક્ટ લોન્ચ કરી છે.

Read About Weather here

9. કિલોનો ભાવ 2થી 3 રૂપિયા થઈ જતા નાસિકમાં ખેડૂતોએ ટામેટા રસ્તા ફેંકી દીધા; વાઈરલ થયો વીડિયો

  ટામેટાના યોગ્ય ભાવ ન મળતા મહારાષ્ટ્રના ખેડૂતોએ ટામેટાની માળા પહેરીને રસ્તા પર ટામેટાં ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું. ટામેટાનો પ્રતિ કિલો 2-3 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો નારાજ. નાગપુર-મુંબઈ હાઇવે પર મોટા પ્રમાણમાં ટામેટા રસ્તા પર ફેંકી વિરોધ વ્યક્ત કર્યો

10. બુલમાં વિસ્ફોટથી રાશિદ ખાન દુ:ખી:કહ્યું- ફરી લોહીની નદીઓ વહી રહી છે, મહેરબાની કરીને અફઘાનોને મારવાનું બંધ કરો

  કાબુલમાં થયેલા વિસ્ફોટ પછી અફઘાનિસ્તાનના ક્રિકેટ-સ્પિનર રાશિદ ખાને ઘણાં દુ:ખ સાથે કહ્યું હતું કે અફઘાનોને મહેરબાની કરીને મારવાનું બંધ કરો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here