આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. કેન્દ્રીય મંત્રી રાણેની ધરપકડ, મુંબઈ હાઇકોર્ટે પણ કોઈ રાહત ન આપી; CM  ઠાકરે વિરુદ્ધ નિવેદન આપવા પર શિવસૈનિકોના દેખાવો

  રાણેની વિરુદ્ધ ત્રણ FIR નોંધાઈ હોવા છતાં શિવસેનાના ગઢ કોંકણમાં રાણેની જન આશીર્વાદ યાત્રા ચાલુ

2. ભારતમાં રહી શકાશે નહીં, અફઘાનિસ્તાન જઈ શકાશે નહીં, દિલ્હીમાં UNHCR  સામે પ્રદર્શન, રેફયુજી કાર્ડની પ્રબળ માંગણી

 ભારતમાં રહેતા અફઘાનોએ દિલ્હીમાં UNHCR ની ઓફિસ સામે પ્રદર્શન કર્યું

Visit Saurashtra Kranti Homepage here

3. હવે ટોકન કે લાઇનની માથાકૂટ વગર ઘેરબેઠાં તમારા વ્હોટ્સપરથી જ બુક કરાવો વેક્સિન સ્લોટ

 MyGov કોરોના હેલ્પડેસ્કે સ્લોટ બુકિંગની નવી સુવિધા શરૂ કરી. આ ફીચરમાં યુઝરને વેક્સિનેશન સેન્ટર અને ખાલી સ્લોટની માહિતી મળશે

4. 162 ટીમ, 4400 ખેલાડી, ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યે ઉદ્ધાટન સમારોહ; ભારતના 54 ખેલાડી ભાગ લઈ રહ્યા છે.

 ટોક્યોમાં ભારત તરફથી 54 ખેલાડી 9 રમતોમાં ભાગ લેશે

5. લોકસભાના મહિલા સાંસદ વિશે અભદ્ર ભાષાનો વિડીયો બનાવી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો

  ફેસબુક પર પલાસ પટેલ નામના યુવકના પ્રોફાઈલ પર મહિલા સાંસદ વિરુદ્ધ વીડિયો પોસ્ટ થયો. સાંસદે રાજ્ય પોલીસવડા અને પોલીસ કમિશનરને ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે નોંધી ફરિયાદ

6. જો કુપોષણથી બાળમૃત્યુ થાય તો આરોગ્ય સચિવ પર કાર્યવાહી: કોર્ટ

એક વર્ષ પહેલા કુપોષણથી 73 બાળમૃત્યુ થયાં હોવાનું ધ્યાન દોરાતાં કોર્ટનો પ્રશાસનને સજ્જડ ઈશારો

7. સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા જતાં પ્રવાસીએ 3 લાખ ગુમાવ્યા, ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધાં

  ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભળતી બોગસ સાઇટ મારફત લોકોને છેતરે છે. પ્રવાસીએ આ મામલે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

8. સેન્સેક્સ 403 અંક વધ્યો, નિફ્ટી 16624 પર બંધ; બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

  નેસ્લ, HDFC, ઈન્ફોસિસ, HCLટેક, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

Read About Weather here

9. પાક તાલિબાનીઓનો કાશ્મીરમાં ઉપયોગ કરી શકે છે: બ્રિગેડિયર

  જોકે ભારતીય સેના તમામ મોર્ચે જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ

10. મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ માટે રૂફટોપ સોલાર પ્રોગ્રામ શરૂ

   કેન્દ્રીય નાણાકીય સહાય તરીકે પ્રોજેક્ટ ખર્ચ પર 40 % સુધી સબસિડી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here