અમદાવાદ ટ્રાફિક પોલીસનું મિશન ક્લીન રોડ: દુકાન બહાર નો પાર્કિંગના લગાવ્યા બોર્ડ 

અમદાવાદના અંકુર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને AMCની કાર્યવાહીથી વેપારીઓ રોષે ભરાયા છે. તેઓએ દુકાન બહાર ‘નો પાર્કિંગ’ના બોર્ડ લગાવવાના દહાડા આવી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વેપારીઓએ જણાવ્યું કે, કર્યું તથ્ય પટેલે અને ભોગવવાનું અમારે આવ્યું,ટ્રાફિક પોલીસ અને એમએમસીની કાર્યવાહીથી છેલ્લા 10 દિવસથી ધંધો એકદમ ઠપ થઈ ચૂક્યો છે. દરરોજ 5થી 7 હજારનું નુકસાન થઇ રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ઉઠવવામાં આવતા ડરના માર્યા દુકાનને ગ્રાહકો આવી રહ્યાં નથી. હાલના સમય કરતા તો કોરોનામાં સારો ધંધો ચાલતો હતો.તંત્ર દુકાનની બહાર એક લાઈનનો પટ્ટો કરી આપે કે જ્યાં લોકો પાર્કિંગ કરી શકે તો ગ્રાહકો આવે. અમદાવાદના ઈતિહાસના સૌથી મોટા અકસ્માત બાદ હાઈકોર્ટ શહેરના ટ્રાફિકને લઈને ખફા હતી. હાઈકોર્ટે શહેરનો ટ્રાફિક ક્લીન કરવા માટે પોલીસને ટકોર કરી હતી.

Read About Weather here

હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ   મેદાનમાં ઊતરી છે અને વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસને મદદ કરવા માટે તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે અંકુર વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાન બહાર બનર્સ લગાવી દીધા છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે ગ્રાહકમિત્રોને નમ્ર વિનંતી, આપનું વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરીને આવવું, જાહેર રસ્તા ઉપર વાહન પાર્ક કરશો તો જવાબદારી અમારી રહેશે નહીં. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here